________________
લક્ષ્મી અને અધિકાર વધતાં શું વધ્યું તે તો કહો ? શું કુટુંબ કે પરિવારથી વધવાપણું એ નવ ગ્રહો. વધવાપણું સંસારનું નર દેહને હારી જવો.
એનો વિચાર નહિ અહોહો, એક પળ તમને હવો.” ઘણા કષ્ટો સહ્યા પછી મળેલા આ નરદેહનો ઉપયોગ એક માત્ર આત્મરક્ષણનો છે.
રે આત્મ તારો આત્મ તારો, શીધ્ર એને ઓળખો.
સર્વાત્મમાં સમદષ્ટિ દ્યો. આ વચનને હૃદયે લખો.” હે ભવ્યાત્મા તને ખબર છે કે નદીને કિનારાની મર્યાદા હોય છે. સરોવરને પાળની મર્યાદા હોય છે. ગાડીને બ્રેકની મર્યાદા હોય છે. ખેતરને વાડની મર્યાદા છે. તારા જીવનને મર્યાદા છે? આ મર્યાદા એટલે જ સામાયિક, સામાયિકના વિરતિ આદિ ભેદોનો ક્રમશઃ વિકાસ છે.
તને ખબર છે દેવલોકમાં સુખ છે. ત્યાં સમ્યગૃષ્ટિ આત્માઓ છે. તેમની પાસે ભક્તિની ભાવના છે. પરિગ્રહના પાપવ્યાપાર નથી તો પછી તેમનો મોક્ષ કેમ નહિ ? અરે જો દુઃખ ભોગવીને કર્મ ખપતા હોય તો નારકીનો કે પશુનો મોક્ષ થાય. પણ એ સ્થાનોમાં સામાયિક - વિરતિ ધર્મ નથી. પાપ વ્યાપારને અટકાવે, પ્રવેશેલાને નષ્ટ કરે તેવું સામર્થ્ય સામાયિક - ચારિત્ર ધર્મમાં છે. તે દેવલોકના સુખમય સ્થાનોમાં નથી કે નારકના દુઃખમય સ્થાનોમાં નથી કે પ્રાકૃતિક જીવનવાળા તિર્યંચલોકમાં પણ નથી. અહો ! એક માનવ દેહમાં રહેલા શુદ્ધાત્માનો આ પરમધર્મ છે. માટે તો માનવ દેહ સ્વભાવે સપ્તધાતુવાળો છતાં શુભદેહ મનાયો છે.
બહુ પુણ્ય કેરા પુંજથી શુભદેહ માનવનો મળ્યો,
તોયે અરે ભળ ચક્રનો આવે નહિ એકે ટળ્યો ?” સોયના અગ્રભાગ જેટલી જગામાં રહ્યો. અતિ ભીડ ભોગવી. તું માનવના શુભદેહ સુધી પહોંચ્યો ત્યાં તને એકાંતની સાધના અને યાત્રા મળ્યા જે કેવળ આત્મિક સુખ પ્રત્યે લઈ જનારા છે. પૂર્ણ શ્રદ્ધાથી એ એકાંતને સાધ્ય કરી સંસારની યાત્રા પૂર્ણ કરી દે. પછી ભલે તું અનંત સિદ્ધાત્માઓ સાથે હોય ત્યાં સુખ પણ અનંત.
ભવાંતનો ઉપાય:
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org