________________
૪૫. બહુસો સામાઈયે કુક્કા.
સામાયિક પારણ સૂત્રમ, સામાઇય વયજુતો. સામાયિકના ચારિત્રની અપેક્ષાએ પાંચ પ્રકાર છે. સામાયિક, છેદોપસ્થાપનીય, પરિહાર વિશુદ્ધિ, સૂક્ષ્મ સંપરાય, યથાખ્યાતચારિત્ર.
ગૃહસ્થધર્મમાં બાર વ્રતમાં સામાયિક નવમું અને શિક્ષાવ્રતમાં પહેલું વ્રત છે. તે ૪૮ મિનિટના સમયથી મર્યાદિત છે. છતાં સામાયિક એ મોક્ષનું કારણ હોવાથી તેનો મહિમા અપરંપાર છે. પુણિયા શ્રાવકના બે ઘડીના શુદ્ધ સામાયિકનો મહિમા પ્રભુ મહાવીરે શ્રી મુખે શ્રેણિકને બતાવ્યો હતો.
વળી સર્વે મુનિજનો, સંસારનો, સર્વસંગ પરિત્યાગ કરે છે ત્યારે આ જીવનના પ્રત્યાખ્યાન સામાયિકથી લે છે. ગૃહસ્થને આરંભાદિ હોવાથી તે વ્રતની મર્યાદામાં સામાયિક કરે છે. એટલે તેને સામાયિક પારવાનો વિધિ કરવો જરૂરી બને છે. તે વિધિ સૂચક આ સૂત્ર છે, અને એ સૂત્રનો પ્રતિધ્વનિ તો એ જ છે કે થઈ શકે તેટલી વાર પુનઃ પુનઃ સામાયિક કરવું જોઈએ. કારણ કે સામાયિક અશુભ અર્થાત્ આઠે કર્મોનો નાશ કરવાનું વ્રત છે.
છતાં પારવાનો વિધિ પરમાર્થથી વિચારીએ તો પારવું એટલે પાર ઊતરવું થાય છે. સમય થતાં સામાયિક પારવાની વિધિ પણ અગત્યની છે. સામાયિકમાં વ્યતીત થયેલો કાળ ઉત્તમ છે. બાકીનો કાળ સંસારવૃદ્ધિનું કારણ છે. માટે સર્વવિરતિયુક્ત સામાયિક આ જીવન માટે સર્વોત્તમ છે, તે ન થાય તો દેશ વિરતિ કરીને પણ સંસારભાવ ક્ષીણ કરવો. છેવટે શક્ય તેટલા સામાયિક કરવા. અરે છેવટે પર્વ દિવસે સામાયિક કરીને ભાવવિશુદ્ધિ કરવાનું ચૂકવું નહિ. કારણ કે સામાયિકમાં શ્રાવક સાધુ જેવો છે.
સામાયિકનો અભ્યાસ જેમ જેમ વધશે તેમ તેમ મન શાંત-સ્વસ્થ થશે. શુદ્ધ તપેલા લોઢાનું પાત્ર પ્રારંભમાં જળકણને શોષી લે છે, પરંતુ પછી પાણી ટકે છે. તેમ પ્રમાદી મન પ્રારંભમાં તો સાથ આપતું નથી પરંતુ અભ્યાસ અને અનાસક્તિના બળે શાંત અને સ્વસ્થ જરૂર થાય છે. પછી તો ગુણોનો ખજાનો હાથ લાગે છે. અને તે વડે મુક્તિનું મંગલ દ્વાર ખૂલી જાય છે.
જો સામાયિકને તપ કહો તો તે કોડો જન્મના તપથી જે કર્મો ન ખપે
૧૨
ભવાંતનો ઉપાય:
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org