________________
મારે આ જન્મમાં સ્વરૂપ પ્રાપ્તિ કરવી એ જ કર્તવ્ય છે. ઉત્તમ પુરુષોએ એ સર્વ ભ્રમોથી મુક્ત થઈ કર્મ પ્રકૃતિના સંયોગમાં દ્રુપ ન થતાં એક મોક્ષનો જ પુરુષાર્થ કર્યો છે. તેઓ આત્માનો પરિચય કરવા અંતર્મુખ થયા હતા.
જેમ જેમ આત્મપરિચય વધે છે તેમ તેમ તે વિચારે છે કે પરિવારની પળોજણથી ભવ નિસ્તાર થવાનો નથી, તેથી તો સંસારકાળ વૃદ્ધિ પામવાનો છે. જો આ સંસારમાં રહીને મુક્તિ સાધ્ય થતી હોત તો મહાત્માઓ એકાંત સેવન, સંસાર ત્યાગ શા માટે કરે ! સંસાર વિષયોનું ઘર છે. કષાયોનું કારાગૃહ છે. રાગ, દ્વેષ અને મોહને રહેવાનું વન છે, તેમાં ક્યાંથી શુદ્ધિ થાય ?
કાદવમાં ખરડીને કાયા પાછો ધોવા બેસું. માયામાં ડૂબકી મારીને પાછો રોવા બેસું.
ખબર નથી કે એક દિવસ તો ભવસાગર ડૂબવાનો !. સદ્ગુરુના બોધ દ્વારા સાધક બરાબર સમજે છે, કે આ માયાવી સંસારમાં ડૂબી જવાય તેવું છે. હું સામાયિક ધર્મનો ઉપાસક સાવદ્ય પ્રવૃત્તિથી મુક્ત થવા પ્રથમ તો વિરમણ વ્રતમાં આવું. વૃત્તિ-પ્રવૃત્તિથી સંક્ષેપ કરું, અલ્પ બધું જ અલ્પ, બાહ્ય પરિચય અલ્પ, સાંસારિક સંયોગોનો પરિચય અલ્પ, આરંભ પરિગ્રહ અલ્પ. આમ તે હળુકર્મી થાય છે. કર્મ પ્રકૃતિની સ્થિતિને ક્ષણ કરે છે. શુદ્ધિના માર્ગને આવકારે છે.
આત્મપરિચયનો જિજ્ઞાસુ ચિંતવે છે કે મારું સુખ તો મારા સ્વરૂપમાં છે. બાહ્ય સાધનોમાંથી તે પ્રાપ્ત થવાનું નથી. માટે બાહ્ય પદાર્થોનો અપરિચયી થાઉં. જો કે આત્મસ્થિરતા-સમશ્રેણીમાં રહેવું દુર્લભ છે. મનમાં ઊંડે રહેલા સંસ્કારો વચમાં અંતરાયરૂપ થશે. પરંતુ તેને સદ્ગુરુના યોગે અને બોધે એ મનના અંતરાયો દૂર કરવાનો ઉપાય મળી જશે. માટે સાવધાન થઈને આગળ વધે છે.
સદ્ગુરુના વચનનું શ્રવણ કરી તે ચિતવે છે કે આ જીવે પોતાના જ અજ્ઞાન વડે કેવું પરિભ્રમણ કર્યું? રાગાદિભાવોના વિકલ્પોમાં ફસાયો? અને તે કારણે ક્રોધાદિ કષાયોથી ઘેરાયો ત્યારે જીવને વિચાર પણ ના થયો કે આને કારણે મને કેવું દુઃખ પડશે?
સ્ત્રી, પુત્ર, મિત્ર આદિ પ્રત્યે રાગની તીવ્રતાથી મેં માન્યું હતું કે આ પદાર્થો વગર, આહારાદિના અમુક પદાર્થો વગર મને ચાલે જ નહિ. પરંતુ એ સૌ જેમ
સામાયિકયોગ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org