________________
કે શુભોદયનું કારણ બને છે. પુણ્યનો અનુબંધ કરાવી પુણ્યમાં વૃદ્ધિ કરે છે. તે પુણ્યની વદ્ધિ મોક્ષમાર્ગે પહોંચાડવાનું સાધન બને છે. રોગીને ધનવંતરી વૈદ્ય મળે, તેના રોગનું નિવારણ કરે તેમ ગુરુનું બહુમાન જીવના ભવરોગનું નિવારણ કિરાવનારું ઉત્તમ તત્ત્વ છે.
ગુરુનું બહુમાને ન હોય તો તેમનાં વચન માન્ય થતાં નથી પણ જીવ વિકલ્પ કરી અંતરાય બાંધે છે. કુંભાર લાકડી વડે ચાકડો ફેરવે, ઘડો આકાર પામે. એ જ લાકડી વડે ઘડો ફોડી શકાય. તેમ ગુરુના વચન વડે જીવ ઘડાય પણ જો વચન માન્ય ન કરે તો જીવન વ્યર્થ જાય. ગુરુના વચન આત્મભાવને પમાડવા માટે છે. કોઈ યોગ કે અનુષ્ઠાન, પરમાત્મા કે ગુરુની ભક્તિ વડે મુક્તિના ભાવને ભાવિત કરે છે.
આવા બહુમાનનું સૂત્ર જ નવકારથી શરૂ થાય છે. “નમો અરિહંતાણં” આ સૂત્ર અહંકારને ગાળીને જીવને નમ્ર બનાવે છે. ધર્મનું મૂળ વિનય છે. કોઈ પણ શ્રેષ્ઠ તત્ત્વનો આદર તે સાધકની પાત્રતા છે.
ગુરુ ગૌતમ સ્વામી વિનયના ગુણ વડે ભક્તિની ટોચે પહોંચ્યા જે ભક્તિ તેમને મુક્તિદાતા બની. આવા મહાન મહાત્માઓએ જે ગુણ વડે સિદ્ધિ પ્રાપ્ત કરી એ જ ગુણ વડે અન્ય જીવો પણ સાધ્યને સિદ્ધ કરી શકે. સામાયિકની સાધનાનું ફળ કેવળજ્ઞાન છે. શ્રી શાંતિનાથ શ્રી કુંથુનાથ તથા શ્રી અરનાથ ત્રણે ચક્રવર્તી હતા, અપાર ઐશ્વર્યના સ્વામી હતા. હજાર સુંદરીઓના પતિ હતા. છ ખંડની પૃથ્વીના અધિપતિ હતા. છતાં સર્વ સંગ પરિત્યાગ કરી ચારિત્ર ગ્રહણ કર્યું ત્યારે પ્રથમ (આજીવન) સામાયિક લીધું. કરેમિ ભંતે સૂત્રથી સ્વયં સર્વવિરતિને ગ્રહણ કરી, તે સમયે જ મન:પર્યવજ્ઞાન પ્રગટ થયું. તેમાં સામાયિક - ચારિત્રનો મહિમા છે. જેની ફળ શ્રુતિ કેવળજ્ઞાન છે.
શ્રી તીર્થંકર પરમાત્માએ ગણધરોને પ્રથમ સર્વવિરતિ સામાયિક આપ્યું, ત્યારે પછી ત્રિપદી આપી. પરમાત્માના વચનથી ગણધરો અપ્રમત્ત દશાને પ્રાપ્ત થયા. આપણા જીવનમાં ગણધરોના, પછી પરંપરાએ મળતા ગુરુવચનમાં શ્રદ્ધા હોવી જરૂરી છે. ગુરુ દોષોને છોડાવી આત્મગુણો પ્રત્યે લઈ જાય છે. ભૌતિક
ગતમાં આત્માના ગુણોના જેવું કશું જ ઉત્તમ કે પૂર્ણ નથી. પરંતુ જીવ ને મોહે અંધ કર્યો છે. મોહની આંખે જોવાથી જીવ બંધાય છે. મોહ શમે જીવને
ભવાંતનો ઉપાય :
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org