________________
છે. વ્યવહારદષ્ટિ વ્યવહારનયઃ તપ, સંયમ, ચારિત્રાદિ ક્રિયાના પ્રારંભને અને દીર્ઘકાલ પછી સામાયિકની સમાપ્તિને માને છે. સામાયિક રહિત જીવ ક્રમશ: સામાયિક પ્રાપ્ત કરે છે. જેમ મિથ્થામતિ જીવ સમ્યકત્વને પ્રાપ્ત કરે છે.
હે મહાનુભાવ! આવું અનુપમેય અનુષ્ઠાન આત્મ સુખવૃદ્ધિદાયક સામાયિક અત્યંત દુર્લભ છે. આવા સામાયિકનો સવિશેષ અધિકારી માનવ છે. માનવજન્મની દુર્લભતા પાંચ ઇન્દ્રિયોને કારણે નથી. તે તો તિર્યંચ પંચેન્દ્રિયને પ્રાપ્ત છે. પરંતુ સર્વ વિરતિ આદિ સામાયિક પરિણામ માનવ જન્મમાં જ થાય છે. તેથી તેને મંગળ કહીને દુર્લભ કહ્યો છે. એવો દુર્લભ જન્મ મળ્યા પછી જો તે સામાયિક ધર્મને પ્રાપ્ત ન કરે અને સંસારના ભ્રામક સુખભોગમાં પડી જાય તો આવું અમૂલ્ય જીવનધન નષ્ટ થઈ જાય છે.
તૃષાતુર માનવને જળની પ્રિયતા છે. ક્ષુધાતુર માનવને ધાન્યની પ્રિયતા છે. ધર્મ જિજ્ઞાસુને તત્ત્વ રુચિ પ્રિય હોય છે. તે જિજ્ઞાસુના હૃદયમાં ધર્મભાવના વૃદ્ધિ પામે છે. તેથી તે જીવનને પવિત્ર બનાવે છે. સામાયિક જેવા ધર્મની પ્રાપ્તિને તે સદ્ભાગ્ય માને છે.
તે વીતરાગ પ્રતિમાના દર્શન વડે કૃતાર્થ થાય છે તેથી તેનો મોહ શાંત થાય છે. પરમાત્માના શુદ્ધ સ્વરૂપનું ચિંતન તેને સ્વાત્માના શુદ્ધ સ્વરૂપમાં પ્રતિષ્ઠિત કરે છે. ત્યારે તે પુણ્યાત્મા સ્વકાળે મિથ્યાત્વની ગ્રંથિને ભેદીને, તોડીને સમ્યકત્વના ગુણને પ્રાપ્ત કરે છે. તે પછી ક્રમશઃ મુક્તિ સુધી પહોંચે છે. ધર્મશ્રવણ: સામાયિક ધર્મમાં પ્રવેશ માટે ધર્મશ્રવણ ઉત્તમ આલંબન છે. સંસારનું અને મુક્તિનું વાસ્તવિક સ્વરૂપ સમજમાં આવે છે. તેના બોધસ્વરૂપે તે વિભાવદશાથી આશ્રવને રોકીને સંવરભાવ વડે સામાયિક ધર્મને પામે છે. ક્રમશ: આત્મસ્વરૂપને પામીને કૃતાર્થ થાય છે. પૂર્વ આરાધના : કોઈ જીવ પૂર્વનો આરાધક હોય પછી ભલે તે અન્યદર્શની હોય પરંતુ તેને એ સંસ્કારના બળે ભાવશુદ્ધિ થતાં સમ્યત્વ પ્રગટ થાય છે, અને તે સંયમની શ્રેણી પર આરૂઢ થાય છે. કર્મના ઉપશમાદિ : દેવગુરુના અનુગ્રહ કોઈ ભવ્યાત્માને કોઈ શુદ્ધ અવલંબન દ્વારા અનંતાનુબંધી કષાય તથા મિથ્યાત્વ મોહનીયની પ્રકૃતિનો ક્ષય ઉપશમાદિ થતાં સમ્યકત્વ – સામાયિક ધર્મની પ્રાપ્તિ થાય છે.
સામાયિકયોગ
* ૮૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org