SearchBrowseAboutContactDonate
Page Preview
Page 25
Loading...
Download File
Download File
Page Text
________________ ૨સામયિકનું માહાભ્ય “સામાયિક તે હિ જ આત્મા શ્રી ભગવતી સૂત્ર સામાયિકનો અર્થ. સમ-આય-ઈક = સામાયિક. સામાયિક શબ્દ, સમાય-કે સામાય પદને ઈક પ્રત્યય લાગવાથી સામાયિક થાય છે. સમાય એટલે સમનો લાભ – સમની પ્રાપ્તિ. સમ સ્વયં એવો મહિમાવાન શબ્દ છે કે તેને આત્મસ્વરૂપ માનવામાં આવે છે. આત્માનો દરેક પ્રદેશ અજવાળતો સિદ્ધ કરતો આ ગુણ છે. એટલે તેમાં ઘણા ગૂઢાર્થ રહેલા છે. સામાયિકના ત્રણ પર્યાયવાચી શબ્દો છે. સામ, સમ, સમ્મ. ૦ સામ = એટલે સમસ્થિતિ, વિષમતાનો અભાવ, સ્વરૂપમગ્નતા, અનાદિકાળથી આત્મા કમવરણ વડે વિષમ છે, તેને દૂર કરી સમત્વમાં આવવું. મધુર પરિણામ. ૦ સમ = સમભાવ, મિત્રતા, નિર્દોષ બંધુત્વ, સર્વાત્મમાં સમદષ્ટિ રાખવી. રાગદ્વેષ રહિત અવસ્થા, મધ્યસ્થતા, વીતરાગતા, આસક્તિના કારણે ઈષ્ટ કે અનિષ્ટ, પ્રિય કે અપ્રિયથી મનને શાંત કરવું. તુલ્યભાવ. ૦ સમ્મ = સમ્યગૂ દર્શન-જ્ઞાન-ચારિત્રનો સમન્વય સમ્યગૂ શ્રદ્ધા અને જ્ઞાનપૂર્વક ચારિત્રને શુદ્ધ કરવું. ત્રણેનું ઐક્ય. આ પ્રકારના સમનો લાભ તે સામાયિક, આવો સમતાનો લાભ જેમાંથી મળે જેના વડે મળે તે સામાયિક સામ પરિણામ : મધુર પરિણામ-મૈત્રીભાવના સમ પરિણામ : તુલા પરિણામ - સુખદુ:ખમાં તુલ્ય પરિણામ સમ્મ પરિણામ : ખીરખંડયુક્ત મિશ્ર પરિણામ = ગુણોનું ઐક્ય સમતા સર્વ ભૂતેષ સંયમ શુભ ભાવના : આર્ત રૌદ્ર પરિત્યાગ રૂદ્ધિ, સામાયિકંવતમ્. સર્વ જીવો પ્રત્યે સમભાવ રાખવો, પાંચે ઈન્દ્રિયોના વિષયોનો સંયમ કરવો. મૈત્રી આદિ સમભાવના સેવવી. આર્ત રૌદ્ર ધ્યાનનો ત્યાગ કરી ધર્મધ્યાન ૧૦ ભવાંતનો ઉપાય : Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001973
Book TitleBhavantno Upay Samayikyoga
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherGunanuragi Mitro
Publication Year1999
Total Pages232
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy