________________
ગુણ ૨૫ :–
૧ આચારાંગ, ૨ સૂયગડાંગ, ૩ ઠાણાંગ, ૪ સમવાયાંગ, ૫ ભગવતી, ૬ જ્ઞાતા-ધર્મકથા, ૭ ઉપાસક દશાંગ, ૮ અંતગડ, ૯ અનુત્તરોવવાઈ, ૧૦ પ્રશ્ન વ્યાકરણ અને ૧૧ વિપાક. એ અગિયાર અંગ અને ૧ ઉવવાઈ, ૨ રાયપણેણી, ૩ જીવાભિગમ, ૪ પત્રવણ, ૫ જંબૂદ્વીપ પત્તિ, ૬. ચંદપન્નત્તિ, ૭ સૂરપન્નત્તિ, ૮ કપ્પિયા, ૯ કણ્ડવંસિયા, ૧૦ પુફિયા, ૧૧ પુષ્કચૂલિયા અને ૧૨ વલિદશાંગ એ બાર ઉપાંગને ભણે-ભણાવે તેથી ર૩ ગુણ થયા, ૨૪ ચરણસિત્તરિ અને ૨૫ કરણસિત્તરિને પાળે, એમ ર૫ ગુણો થયા. નમો લોએ સવ્વસાહૂણે પા
મોક્ષમાર્ગ સાધવા માટે યત્ન કરે તે સાધુ. તેના ગુણ ૨૭ તે આ પ્રમાણે જાણવા -
૧ પ્રાણાતિપાત વિરમણ, ૨ મૃષાવાદ વિરમણ, ૩ અદત્તાદાન વિરમણ, ૪ મૈથુન વિરમણ અને ૫ પરિગ્રહ વિરમણ. એ પાંચ મહાવ્રત અને ૬ રાત્રિભોજન વિરમણ એ છ વ્રતને પાળે તેથી છ ગુણ. ૭ થી ૧૨ પૃથ્વીકાય, અપકાય, તેઉકાય, વાઉકાય, વનસ્પતિકાય અને ત્રસકાય એ છકાયની રક્ષા કરે તેથી છ ગુણ. ૧૩ થી ૧૭ પાંચ ઇંદ્રિયનો નિગ્રહ કરે એટલે તેના વિષય - વિકારોને રોકે, તેથી પાંચ ગુણ. ૧૮ લોભનો નિગ્રહ ૧૯ ક્ષમાનું ધારણ કરવું, ૨૦ ચિત્તની નિર્મળતા રાખવી, ૨૧ વિશુદ્ધ રીતે વસ્ત્રની પડિલેહણા કરવી, ૨૨ સંયમયોગમાં પ્રવૃત્ત રહેવું. (પ સમિતિ ૩ ગુપ્તિ આદર , નિદ્રા, વિકથા અને અવિવેક ત્યજવા) ૨૩ અકુશળ મનનો સંરોધ. એટલે ઠા માર્ગે જતા મનને રોકવું, ૨૪ અકુશળ વચન સંરોધ, ૨૫ અકુશળ કાયાને સંરોધ, ૨૬ શીતાદિ પરિષહ સહન કરવા. ને ર૭ મરણાદિ ઉપસર્ગ સહેવા રોમ ૨૭ થયા.
એ પ્રકારે અરિહંતના ૧૨, સિદ્ધના ૮, આચાર્યના ૩૬, ઉપાધ્યાયના ૨૫ અને સાધુના ૨૭ મળી કુલ્લે ૧૦૮ ગુણ પંચપરમેષ્ઠિના જાણવા.
સામાયિક્યોગ
ક ૧૬૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org