________________
સાથે અહોભાવ રચાતો ગયો. “સૌ સુખી થાઓ સૌ સુખી થાઓ. જો કે હજી ઘણી મંઝિલ કાપવાની છે.
પણ ભય નહિ મુજ હાથોહાથ તારે તે છે સાથે રે,
મનમોહન સ્વામી શ્રી અરનાથ ભવજલનો તારુ” પૂ. પન્યાસજીએ પ્રકાર્યું છે કે “તમે શુભભાવનાથી ભરપૂર છો તો વિશ્વની સૌ અનુકૂળતા તમારા ચરણ ચૂમતી આવશે. કોઈ અશુભ કર્મનો યોગ આવે વિકલ્પ ઊઠશે પણ વિચલિત થવા નહિ દે.” આમ સામાયિક યોગના પ્રભાવે જીવન ધન્ય બની ગયું.
પૂ. પન્યાસજી કહે છે પ્રભુ પરાર્થવ્યસની છે. અને એ વાતનો મહિમા એ છે કે આપણે સામાયિક વ્યસની થવું બહુસો સામાઈયં કુક્કા શક્ય તેટલું સામાયિકમાં રહેવું. કરવા, કાવવા અને કરતાંને અનુમોદન આપવું. સાધન આપવાં. સત્પુરુષોના અનુગ્રહ સેંકડો ભવ્યાત્માઓએ યથાશક્તિ સામાયિકનું અનુષ્ઠાન માહાત્મપૂર્વક સ્વીકારી લીધું છે. સવિશેષ તો વર્ધમાન સામાયિક વ્રત, = અર્થાત્ વર્ધમાન આયંબિલ તપની જેમ, રોજ એક સામાયિક લગાતર અવશ્ય કરવું, સાથે બેલા જોડતા જવા. એમ એકની ગણતરીથી એકસો આઠની શ્રેણિ સુધીનું આ વર્ધમાન તપ સૌના દિલમાં વસવા માંડ્યું છે. સાથે સાથે શું બન્યું !
વરસી તપ ઉપવાસના અનુષ્ઠાનથી થાય તે ઉત્તમ છે, પરંતુ વર્ધમાન સામાયિકની જેમ સ્વાધ્યાય વરસી તપ. રોજે બેથી ત્રણ પાનાંનું શાસ્ત્રવાચન કરવું. અને વરસે દહાડે સૌ કહેતા આવે પાંચસો/સાતસો પાનાના ગ્રંથનું વાંચન થયું. આમ સર્વમાં સર્વત્ર એક પ્રસન્નતા પ્રસરી જાય છે. સત્સંગી - ધર્મપ્રેમી આ દેશ કે પરદેશમાં સામાયિકના અનુષ્યને સૌમાં શુભ ભાવનાની સળંગ સૂત્રતા કરી આપી. આ માધ્યમથી એક વિશાળ, નિસ્વાર્થ, પરોપકાર વૃત્તિ પોષક, પરિવારનું સર્જન થયું. નિર્દોષ પ્રેમના એક ધાગામાં સૌ મણકાની જેમ પરોવાઈ ગયા. આવા સહયોગથી સામાયિક યોગ પણ વૃદ્ધિ પામતો ગયો, સૌને માટે સામાયિક જીવનમાં તાણાવાણાની જેમ વણાઈ ગયું છે.
આમ સહજભાવે અંતરભાવ લખાઈ ગયા તેમાં પણ મારા આ નિર્દોષ ૨૮ ટ
ભવાંતનો ઉપાય:
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org