________________
પરંતુ એ ભૂતકાળ પર નજર જાય છે ત્યારે સામાયિક દ્વારા જે શાસ્ત્ર અભ્યાસ થયો, તેને કારણે ધેર્ય, ધર્મભાવના, કરેલાં કર્મ ભોગવવાં પડે તેવા સિદ્ધાંતની સમજ શ્રદ્ધા વગેરેથી ઘણી આપત્તિમાં એ સંપત્તિ કામ લાગી. એટલે આજે સૌને ખૂબ વિશ્વાસથી કહું છું. સુખના સમયનો સદ્દઉપયોગ કરો. દુઃખના સમયમાં સંતો પાસેથી મળેલી શ્રદ્ધા અને મેળવેલો બોધ, વળી આદરપૂર્વક કરેલા સામાયિક જેવા અનુષ્ઠાનોથી સમાધાન થશે, તે આંતરિક બળનું મહાન ઔષધ છે ભવાંતનો ઉપાય છે.
હા, પણ પેલા ત્રણસો તેલાની ભાવના અધૂરી રહી. છતાં અજબ રીતે તે આત્મપ્રદેશ પર ટકી રહી ત્યાર પછી તો ખાસ્સો ત્રણ દસકા જેવો ગાળો નીકળી ગયો. જો કે તેમાં ગુજરાત | અમદાવાદમાં માનવકલ્યાણનું ઉત્તમ કાર્ય કરવાની તક મળી. અનુષ્ઠાનોની ગૌણતા થવા છતાં ગુરુકૃપાએ સંસ્કાર અંતરધરામાં સચવાઈ રહ્યો હશે કે શું?
લગભગ બે દસકા પહેલાં અંતરમાંથી અવાજ આવે, હવે કેવળ અધ્યાત્મયોગની સાધનાથી જીવનપૂર્તિ કરો. છ દસકા પૂરા થયા છે. જો નજીકમાં ભવાંતનો ઉપાય કરવો હોય તો આખરી અભિગમ અધ્યાત્મયોગનો છે.
ત્યારે માનવકલ્યાણ ક્ષેત્રે ઘણો ઉજ્વળ સમય યશ-કીર્તિનો હતો. પરંતુ પૂ. પંડિત સુખલાલજીના શુભાશિષ હતા “નિષ્કામ કર્મયોગી આદરજો. તે આશિષ સાથે સેવા કાર્ય પૂર્ણ કર્યું. પછી એ ક્ષેત્ર છૂટી ગયું. અને અધ્યાત્મયોગનો પ્રારંભ થયો. તેમાં પણ પુણ્યયોગ ઘણો પ્રબળ, મહામાનવો તથા સંતોના પરિચય અને માર્ગદર્શન મળતા રહ્યા. આશ્ચર્ય તો એ કે જે સમયે જે ભૂમિકાએ જેની જરૂર પડે તેવા શુભયોગ મળી જાય આગળના વિકાસ માટે પ્રત્યક્ષ, પક્ષ કે શાસ્ત્રથી પ્રેરકબળ મળતું રહ્યું.
હવે મૂળ વાત પર પેલા ત્રણસો તેલાની અધૂરી શુભકામના સ્વયે હાજર થઈ ગઈ. અને પછી “તેલા કહો કે ચોલા, પંચોલા થયા જ કરે. ઈડર જેવા તીર્થમાં એકાંત સ્થળે સામાયિક વગર બેસાય નહિ. હવે ગણતરી છૂટી ગઈ. અનુષ્ઠાન સહજ સાધ્ય બન્યું. પ્રારંભમાં ઓધે સમજ વગર પરંતુ ભાવપૂર્વક કરેલા અનુદ્ધનની આજે ફલશ્રુતિ એ થઈ કે અંતર અવાજ કહે છે કે,
“સમક્તિ વિણ ચારિત્ર નહિ, ચારિત્ર વિણ નહિ મુક્તિ આ ચારિત્ર શબ્દ
૨૦૬
ભવાંતનો ઉપાયઃ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org