Book Title: Bhavantno Upay Samayikyoga
Author(s): Sunandaben Vohra
Publisher: Gunanuragi Mitro

View full book text
Previous | Next

Page 225
________________ શાશ્વત સામાયિકનું બોધ દ્વારા પ્રદાન કર્યું છે. અવતાર માનવીનો નહિ મળે. (સામાયિકયોગ) ચૂકી ગયા પછી ફરીને નહિ મળે. અરે દેવલોકમાંમ ના મળે આ સામાયિક યોગ. અહીંયાં મળ્યું છે તો માણી લો જાણી લો જે સામાયિક આચારી કંઈક તરી ગયા. તમે શું કામ વિચારમાં રહી ગયા ! મને તમને સૌને આપણને જીવમાત્રને આવા સામાયિકયોગ વડે સમતાનું અપૂર્વ અને પૂર્ણ સુખ પ્રાપ્ત થાઓ તેવી પ્રભુ પ્રત્યે પ્રાર્થના સાથે વિરમું છું. અધિકું ઓછું જણાય તો પ્રેમથી નિભાવજો. આ સર્વે આપણું જ છે. પછી વિકલ્પ શો? માટે આરાધો, ખૂબ આદરથી આરાધો. ભવાંતનો ઉપાય સામાયિક યોગ ઈતિશીવમ્ બહેન પૂ. પંન્યાસજીના સુભાષિતથી ગ્રંથલેખન પૂર્ણ કરું છું. આત્મામાં વિશ્વ વ્યાપી વિશાળતા પ્રગટ કરવાનું સાધન સામાયિક છે. એથી સ્વાર્થ સાથેના સગપણ દૂર થઈ સર્વ જીવો સાથેનો આત્મીય ભાવ પ્રગટે છે. સ્વરક્ષણવૃત્તિને સર્વસંરક્ષણ વૃત્તિમાં બદલવાનો સ્તુત્ય પ્રયોગ તે સામાયિક પોતાનું હિત વિશ્વના હિત સાથે સંકળાયેલું છે. વિશ્વના જીવોના હિતની ઉપેક્ષા કરીને આત્મા સામાયિકમાં રહી શકતો નથી. કઠણ કર્મોના પહાડને તોડી શકતો નથી. અપૂર્વ વર્ષોલ્લાસ વડે અત્યંત ચીકણાં પણ કર્મોનો નાશ થાય છે. તેનું પ્રાગટ્ય વિશ્વહિતની ભાવનાના સતતાભ્યાસ દ્વારા થાય છે. અહીંથી ધર્મનો આરંભ થાય છે. એકના ધર્મથી સર્વને લાભ થાય છે. આવો લાભ આપવાનું અચિંત્ય સામર્થ્ય જેનામાં છે તે આત્માને સમતામાં રાખવો તે સામાયિક છે.” ૨૧૦ ભવાંતનો ઉપાય: Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 223 224 225 226 227 228 229 230 231 232