________________
ભાવનાયોગ : મૈત્રી, પ્રમોદ કરુણા અને માધ્યસ્થ ભાવનાઓ વડે સમવૃત્તિવાળો હોય છે. તત્ત્વચિંતન યુક્ત હોય છે.
ધ્યાનયોગ : પ્રશસ્ત વિષયમાં સ્થિર દીપકની જેમ નિશ્ચલ ઉપયોગવાળો.
આવો સમતાયોગી કોઈ શુભાશુભ વિષયમાં ઈષ્ટ અનિષ્ટ ભાવ કરી વિચલિત થતો નથી.
કર્મથી ઉત્પન્ન થયેલા વિવિધ ભેદનો વિકલ્પ નથી તેવો એ યોગી જગતના જીવોને આત્મવત્ જાણે છે. સ્વરૂપમાં તે અભેદપણે રહે છે તેમ ચૈતન્યમાત્રમાં અભેદભાવે જુએ છે. કારણ કે તે વિશ્વનું અવલોકન ચર્મચક્ષુ વડે કરતો નથી. શુદ્ધ આત્મસ્વરૂપે વિશ્વ દર્શન કરે છે. આમ દ્રવ્યથી આત્મસ્વરૂપે અને પર્યાયથી સંસારકાલીન અવસ્થાઓની ભિન્નતાને જાણીને પોતે શમરસમાં નિમગ્ન છે.
સમદર્શી યોગી માનવમાં ઉચ્ચતા કે નીચતાને જોતા નથી તેમ પશુ આદિમાં પણ ભેદ જોતા નથી. સર્વત્ર ચૈતન્યનો વિલાસ નિહાળી અવિચળ રહે છે.
સમાધિદશાને પ્રાપ્ત કરનાર, આરાધન કરનારને બાહ્ય આચારાદિ હોય છે, પરંતુ જે સમાધિયોગમાં નિશ્ચલ થયો છે તે સમભાવ વડે સ્વરૂપ રમણતામાં લીન છે. સમાધિયોગને પ્રાપ્ત કરવાની ઇચ્છાવાળા ને બાહ્ય પ્રવૃત્તિ, વિધિ, આચાર ઉદયબળ હોય છે, પરંતુ તે સર્વે સમાધિયોગ પ્રત્યે લઈ જનાર હોય છે. જેથી અશુભ સંકલ્પોથી રક્ષા થઈ શુભસંકલ્પ દ્વારા આરાધનામાં દઢ રહે છે.
અનુક્રમે સમાધિયોગને સાધતો અંતરંગ ક્રિયાવાળો યોગી શમ-સમતાયોગ દ્વારા જ વિશુદ્ધ થાય છે. ત્યાર પછી અસંગ-અનુષ્ઠાનની ભૂમિકાને પ્રાપ્ત કરે છે. જે જિનકલ્પી મુનિઓને હોય છે.
મૈત્રી આદિ ભાવના દ્વારા ધર્મધ્યાનની અવિરત ધારા ચાલે છે. ત્યારે પરહિતચિંતા જીવરક્ષાવાળા યોગીમાં પ્રેમ-કરુણાનો સ્રોત વહે છે. નિઃસ્પૃહ યોગી વૈરાગ્યની ભાવનાથી નિરંતર આત્મધ્યાનમાં નિશ્ચલ હોય છે. તેમાંથી જે સમરસ પેદા થાય છે તે સમસ્ત વિકારોનો નાશ કરે છે.
ગ્રંથકાર જણાવે છે કે જ્ઞાન, ધ્યાન, તપ શીલાદિ દ્વારા જે મોક્ષરૂપ પરિણામ પ્રાપ્ત થતો નથી તે શમરસનો સ્વામી પ્રાપ્ત કરે છે. એ શમરસ શું છે? અહો ! આત્માની રાગદ્વેષ રહિત પરમશાંત અવસ્થા, જે અવસ્થામાં વિશ્વને તત્ત્વપણે
૮
ગીર
ભવાંતનો ઉપાયઃ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org