________________
૧૮. સામાયિક : ધર્મ અને કર્મના
ભેદનું જ્ઞાન ધર્મ સ્વભાવ છે, કર્મથી ક્રિયા છે, જો જીવ ધર્મમાં છે તો તેનું કર્મ બહારમાં બંધનરૂપ નથી પણ જીવ જો ધર્મમાં નથી તો તેની સર્વ કિયા બંધનરૂપ
જીવ કાં તો સન્માર્ગે હોય છે. કાં તો ઉન્માર્ગે છે. જીવ કાં તો ધર્મથી રક્ષિત છે, કાં તો કર્મથી ગ્રસિત છે. ધર્મ માર્ગે જીવ સ્વાધીન સુખ પ્રાપ્ત કરે છે. કર્મમાર્ગે જીવ દુઃખ પ્રાપ્ત કરે છે. ઇન્દ્રિયોનાં સુખોની પ્રાપ્તિ થાય તો પણ તે પરાધીન છે.
સામાયિકનો અભિગમ જીવને સાવદ્ય પ્રવૃત્તિથી/વૃત્તિથી અર્થાત્ કર્મથી દૂર કરે છે, અને પ્રત્યાખ્યાન વડે ધર્મમાં પ્રવેશ કરાવે છે. એ ધર્મ ઈરિયાવહી સૂત્રમાં જીવ માત્રના રક્ષણથી/હિતથી/દયાથી પ્રારંભ થાય છે. તેની પૂર્ણતા લોગસ્સ સૂત્રમાં “સિદ્ધા સિદ્ધિ મમ દિસંતુ'માં પ્રસિદ્ધ કરી છે.
સ્વભાવધર્મમાં જતાં પહેલાંની ભૂમિકા દયારૂપ ધર્મ છે. જે સાધકમાં કોમળતા, કરુણા, સંતોષ સત્ય, શીળ, સજ્જનતા, જેવા ગુણો છે તે સ્વ-પર દયાનો ઉપાસક છે. સર્વજીવહિતચિંતાથી ધર્મ અનુષ્ઠાનનો પ્રારંભ થાય છે. એટલે દયાને ધર્મનું મૂળ કહ્યું છે.
જો જીવ પરહિતચિંતારૂપ ધર્મને સ્વીકારતો નથી તો તેના ભાગ્યે કર્મની વિચિત્રતા લખાયેલી છે. ક્યારેક રજ માત્ર સુખ અને પાછળ દુઃખનો ઢગલો. આજે એવામીઠાઈ અને ક્યારે સૂકા રોટલાના પણ ફાંફાં. યશ અપયશની રમત ચાલ્યા કરે. દુઃખ દૂર કરવાનો પ્રયત્ન કરે અને દુઃખ સાથી બનીને રહે છે.
સામાયિક જેવા અનુષ્ઠાનમાં અભ્યાસ કે બોધ વડે સમજાય છે કે મને આ માનવદેહ મળ્યો છે. તે પૂર્વેનું પણ હાલમાં વર્તતું રહસ્ય શું છે ! જો પૂર્વના પુણ્યથી આ દેહ મળ્યો છે તો આ જન્મમાં મેં શું કર્યું છે કે મને હવે પછીના જન્મમાં આવો દુર્લભ દેહ અને ધર્મમાર્ગ મળે ! જો આ જન્મમાં એવું કંઈ કર્યું નથી તો આ જન્મ પણ ધર્મ વગર દુઃખ અને પછીના જન્મની વાત તો જ્ઞાની જાણે. સામાયિક યોગ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org