________________
એવો ગર્ભનો મહિમા જાણી ધર્મનાથ નામ દીધું. તેમનું પીસ્તાલીશ ધનુષ્ય પ્રમાણ શરીર અને દશ લાખ વર્ષનું આયુષ્ય જાણવું. સુવર્ણ વર્ણ તથા લાંછન વજ જાણવું.
૧૬. શ્રી શાંતિનાથ : ગજપુર નગરમાં જન્મ હતો. તેમના પિતા વિશ્વસન રાજા અને અચિરારાણી માતા હતાં. વળી તે દેશમાં મરકીનો ઉપદ્રવ ઘણો હતો. તે ભગવંત ગર્ભે આવ્યા પછી માતાએ અમૃત છાંટ્યું તેથી મરકીની શાંતિ થઈ, એવા ગર્ભના પ્રભાવથી શાંતિનાથ નામ દીધું તેમનું ચાલીશ ધનુષ્ય પ્રમાણ શરીર અને એક લાખ વર્ષનું આયુષ્ય જાણવું. સુવર્ણ વર્ણ તથા લાંછન મૃગનું જાણવું.
૧૭. શ્રી કુંથુનાથ : હસ્તિનાપુર નગરમાં જન્મ હતો. અને તેમના પિતા સુરરાજા અને શ્રીરાણી માતા હતાં. ભગવંત ગર્ભે આવ્યા પછી માતાજીએ સ્વપ્નમાં રત્નનો રાશિ પૃથ્વીને વિષે દીઠો તથા શત્રુ હતા તે કુંથુઆની જેવા ન્હાના થયા અથવા કુંછુઆ પ્રમુખ હાના-મોટા જીવોની જયણા દેશમાં પ્રવર્તી તેથી કુંથુનાથ નામ દીધું. તેમનું પાંત્રીશ ધનુષ્યનું શરીર અને પંચાણું હજાર વર્ષનું આયુષ્ય જાણવું. સુવર્ણ વર્ણ તથા લાંછન છાગ (બોકડા)નું જાણવું.
૧૮. શ્રી અરનાથ : ગજપુર નગરમાં જન્મ હતો, તેમના પિતા સુદર્શન રાજા અને દેવીરાણી માતા હતાં. ભગવંત ગર્ભે આવ્યા પછી રાણીએ સ્વપ્નમાં રત્નમય આરો તથા રાશિ દીઠાં. એવો ગર્ભનો મહિમા જાણી અરનાથ નામ દીધું. તેમનું ત્રીશ ધનુષ્ય શરીરનું માન અને ચોરાશી હજાર વર્ષ આયુષ્ય જાણવું. સુવર્ણ વર્ણ તથા લાંછન નંદાવર્તનું જાણવું.
૧૯. શ્રી મલ્લિનાથ : મિથિલાનગરીમાં જન્મ્યા હતા. તેમને 1 પિતા કુંભરાજા અને પ્રભાવતીરાણી માતા હતાં. ભગવતે ગર્ભે આવ્યા પછી માતાને એક રાત્રીએ છએ ઋતુનાં ફૂલની શય્યાએ સૂવાનો દોહલો ઉપન્યો, તે દેવતાએ પૂર્યો, એવો પ્રભાવ જાણી શ્રી મલ્લિનાથ નામ દીધું, તેમનું પચીશ ધનુષ્ય શરીરનું માન અને પંચાવન હજાર વર્ષનું આયુષ્ય જાણવું, નીલ વર્ણ તથા લાંછન કુંભનું જાણવું.
૨૦. શ્રી મુનિસુવ્રતસ્વામી : રાજગૃહ નગરમાં જન્મ હતો. તેમના પિતા સુમિત્રરાજા અને પદ્મારાણી માતા હતાં. ભગવંત ગર્ભે આવ્યા પછી માતા
સામાયિયોગ
ક ૧૮૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org