Book Title: Bhavantno Upay Samayikyoga
Author(s): Sunandaben Vohra
Publisher: Gunanuragi Mitro

View full book text
Previous | Next

Page 209
________________ પ્રરૂપણા કરી એ શ્રીકાલિકાચાર્ય મ.નું સત્ય બોલવારૂપ સમવાદ સામાયિક કહેવાય ! [૪] સમાસ સામાયિક ઉપર ચિલાતીપુત્રની કથા ઃ રાજગૃહી નગરીમાં ધનદત્ત નામનો વ્યાપારી રહેતો. શેઠને સુસમા નામની પુત્રી હતી. તેમના ઘરમાં ચિલાતીપુત્ર નામનો દાસ હતો. તે સુસમાને રમાડતો... દુષ્ટ સ્વભાવવાળા અને વ્યસની ચિલાતીપુત્રને સુસમા સાથે કુચેષ્ટા કરતો જોઈ શેઠે તેને કાઢી મૂક્યો. નજીકના જંગલમાં ચોરોની પલ્લીમાં જઈને રહ્યો. ચોરી કરવામાં કુશળ બન્યો. ચોરોના નાયકના મૃત્યુ પછી શરીરે બળવાન અને બાહોશ ચિલાતીપુત્ર પાંચસો ચોરોનો નાયક બન્યો ! એક દિવસ ચિલાતીપુત્ર, ઘણા ચોરોને સાથે લઈ ધનદત્ત શેઠને ત્યાં ચોરી કરવા ગયો. ઘણું ધન અને સુસમા કન્યાને ઉપાડી ચિલાતીપુત્ર ભાગ્યો... શેઠને ખબર પડી એટલે પોતાના ચાર પુત્રો સાથે શેઠ ચોરની પાછળ ભાગ્યા... પાંચે જણા પોતાની નજીક આવી ગયા એટલે ભયથી ચિલાતીપુત્ર સુસમાનું માથું તલવા૨થી કાપી નાંખ્યું... ધડ ત્યાં જ પડ્યું, માથું લઈને ચિલાતીપુત્ર આગળ ભાગ્યો. એક હાથમાં માથું છે અને બીજા હાથમાં લોહીથી ખરડાયેલી તલવાર છે. સુસમાના મરણથી હતાશ શેઠ વગેરે આગળ ન વધી શક્યા ! માર્ગે આગળ ચાલતા ચિલાતીપુત્રની નજર કાયોત્સર્ગ ધ્યાનને ઊભેલા મુનિરાજ ઉપર પડી. ચિલાતીપુત્ર મુનિરાજને કહ્યું - ધર્મ શું ? તે કહો નહીંતર આ તલવા૨થી તમારું પણ શિર છેદી નાખીશ ! મુનિરાજ નમો અરિહંતાણં’ પદ બોલી આકાશમાં ઊડ્યા અને ઊડતાં ઊડતાં કહેતા ગયા કે ઉપશમ, - વિવેક, સંવર આ ત્રણ પદમય ધર્મ છે. ચિલાતીપુત્ર ત્રણ પદનો અર્થ વિચારવા લાગ્યો. પોતાનામાં એક પણ ગુણ ન જોયો ત્યારે બેય હાથમાં રહેલા મસ્તક અને તલવારને બાજુએ મૂકીને જ્યાં મુનિરાજના પગલાં હતાં ત્યાં કાઉસ્સગ્ગ ધ્યાને ઊભો રહી ગયો ! લોહીની ગંધથી કીડીઓ તથા ધીમેલો આવીને તેને કરડવા લાગી... આખા શરીરને ચાળણી જેવું બનાવી દીધું... તો પણ સમતાભાવ અખંડ જાળવી રાખ્યો... ત્રીજે જ દિવસે કાળધર્મ પામી ચિલાતીપુત્ર દેવ થયો. આ રીતે થોડા શબ્દોમાં ઘણું તત્ત્વ જાણવું એ સમાસ સામાયિક કહેવાય. ભવાંતનો ઉપાય : ૧૯૪ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232