________________
નિરવદ્ય (જીવરહિત) સ્થાને જઈને પરઠવી આવો અને બીજો આહાર લાવીને પારણું કરો.
ગુરુ મ.ની આજ્ઞાથી ધર્મરુચિ અણગાર વિષમય ગોચરી પરઠવા માટે ગયા. એક ટીપું પરઠવ્યું ત્યાં તો તેની ગંધથી એના ઉપર અનેક કીડીઓ આવીને વળગી.... અને મરણ પામી. જીવોનો સંહાર જોઈ, પાપના ભયથી એ મુનિ સર્વજીવોનો ખમાવી પોતાની કાયાને જ શાક પરઠવવા માટે સૌથી નિરવદ્ય સ્થાન સમજી કડવી તુંબડીના શાકને પોતે જ વાપરી ગયા. જોતજોતામાં તો આખા શરીરમાં ઝેર પ્રસરી ગયું ! સમાધિપૂર્વક મરણ પામી મહામુનિ સ્વર્ગે સિધાવ્યાં !!
આ રીતે ધર્મરુચિ અણગારનું નિષ્પાપ-નિરવ આચરણરૂપ આ અનવદ્ય સામાયિક કહેવાય. [૭] પરિણા સામાયિક ઉપર શ્રી ઈલાપુત્રની કથા : ઈલાવર્ધન નગર, ધનદત્ત શેઠ, તેમને ધનવતી નામની પત્ની હતી. ઈલાદેવીની સેવા કરતાં પુત્રરત્નની પ્રાપ્તિ થઈ તેથી ઈલાપુત્ર નામ સ્થાપન કર્યું!
એ જ નગરમાં એક દિવસ એક નટ પોતાની મંડળી સાથે આવી નાગરિકોને મનોરંજન કરાવતો હતો. નટની સ્વરૂપવાન પુત્રીને જોઈ પૂર્વભવના સ્નેહના કારણે ઈલાપુત્ર એના ઉપર મોહિત થયો !
ઈલાપુત્ર ઘરે આવીને પિતાને કહેવા લાગ્યો. મને નટપુત્રી સાથે પરણાવો, હું મરી જઈશ તોય બીજી કન્યા સાથે લગ્ન નહીં કરું...
પિતાએ પુત્રને સમજાવતાં કહ્યું.. વત્સ ! એ નીચ જાતિની કહેવાય, અમે તને ઉત્તમ રૂપવતી, લાવણ્યવતી કન્યા પરણાવીશું. ઘણું સમજાવવા છતાં કોઈ રીતે ઈલાપુત્ર ન જ માન્યો ત્યારે ધનદત્તે નટ પાસે જઈ તેની પુત્રીનું માથું કર્યું. નટે કહ્યું : “અમારી નાચવાની કળા શીખી, ધન ઉપાર્જન કરી અમારી જ્ઞાતિને પોષે તેને અમારી બેટી પરણાવીએ” ધનદત્તે આ વાત ઈલાપુત્રને કરી, મોહવશ ઈલાપુત્ર એ માટે તૈયાર થઈ ગયો.
અનુક્રમે હઠે ચઢેલો ઈલાપુત્ર ઘરમાંથી નીકળી નટની મંડળીમાં ભળ્યો. નાચવાની સર્વ કળાઓમાં પ્રવીણ બન્યો! ફરતી ફરતી આ નટમંડળી પોતાની , કળા બતાવવા માટે બેનાતટ નગરે પહોંચી! ત્યાંના રાજાને પોતાની કળા
૧૬ *
ભવાંતનો ઉપાય :
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org