________________
બતાવવા માટે વાંસ સાથે બાંધેલા દોરડા ઉપર અનેક પ્રકારના દાવ અજમાવે છે, સાથે નટપુત્રી ગીત ગાતી ગાતી ઢોલ વગાડી રહી છે. રાજાની નજર નટપુત્રી ઉપર પડી અને રાજા ય એના ઉપર મોહિત થયો. રાજા મનમાં વિચારે છે કે, આ નટડીને હું મારા અંતઃપુરમાં દાખલ કરી દઉં.
રાજાને રીઝવવા માટે ઈલાપુત્રે બધા જ દાવ અજમાવ્યા તો ય રાજા ન રીઝક્યો. એ સમયે દોરડા ઉપર નાચતા ઈલાપુત્રની નજર નજીકના એક મકાન ઉપર પડી. ત્યાં એક મુનિરાજ ગોચરી વહોરવા પધાર્યા હતા. રૂપવતી અને સર્વ શણગારથી શોભતાં શેઠાણી ખૂબ ભાવથી અને આગ્રહથી મોદક વહોરાવે છે. મહાત્મા તો નીચી દૃષ્ટિ રાખી ગોચરી વહોરે છે. પેલી રૂપવતી શેઠાણીની સામે પણ જોતા નથી. આ દશ્ય જોઈ ઈલાપુત્ર મનમાં વિચારવા લાગ્યો કે, હું આ નટડી પાછળ પાગલ બન્યો છું. જ્યારે આ મહાત્મા કેવા નિર્મોહી છે...!
આવા વિચાર કરતાં મોહનો અંધારપટ દૂર થયો.... શુભ ભાવનાની શ્રેણી ઉપર ચઢ્યા.. દોરડા ઉપર જ કેવલજ્ઞાન પામ્યો ! ઈલાપુત્રના કેવલજ્ઞાનનો મહોત્સવ કરવા દેવતાઓ આવ્યા.. વાંસનું સિંહાસન બની ગયું. આ દિવ્ય સિંહાસન વગેરે જોઈ રાજા, નટ, નટી વગેરે સર્વ પ્રતિબોધ પામ્યા!
તત્ત્વની જાણકારીરૂપ ઈલાપુત્રનું આ પરિજ્ઞા સામાયિક કહેવાય. [૮] પ્રત્યાખ્યાન સામાયિક ઉપર તેટલીપુત્રની કથા : તેતલપુર નગરમાં કનકકેતુ રાજા રાજ્ય કરે છે. રાજ્યનો લોભી રાજા પોતાને જેટલો પુત્રો થાય તે બધાને રાજ્યગાદીને લાયક ન રહે માટે ખોડખાપણવાળા બનાવતો. આ રાજાને તેતલપુત્ર નામનો મંત્રી હતો. તેટલીપુત્રને પોટિલા નામની પત્ની હતી. આ માનિતી પત્ની એક દિવસ અણમાનિતી થઈ ગઈ ! તેથી મંત્રી પત્ની સાથે બોલતો નથી.
એક દિવસ એક સાધ્વીજી મ. એમને ત્યાં ગોચરી પધાર્યા. પોટિલાએ સાધ્વીજીને કહ્યું, મારા પતિને વશ કરવાનો ઉપાય બતાવો !
સાધ્વીજી મહારાજે સંસારની અસારતાનો ભવ્ય ઉપદેશ આપ્યો. પોટિલાએ સંસારથી વૈરાગ્ય પામી પતિ પાસે દીક્ષાની અનુમતિ માંગી. પતિએ કહ્યું. દીક્ષા લઈ દેવગતિ પામી, મને પ્રતિબોધ પમાડવા આવે તો અનુમતિ આપું.
સામાયિકયોગ
સ્ટ ૧૯૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org