________________
[૫] સંક્ષેપ સામાયિક ઉપર ચાર પંડિતોની કથા : વસંતપુર નગરમાં વિદ્યાવ્યાસંગી જિતશત્રુ રાજા રાજ્ય કરે છે. એક દિવસ ચાર પંડિતોને બોલાવી મને શાસ્ત્રો સંભળાવો એમ જણાવ્યું. અને પૂછ્યું કે તમારી પાસે કેટલાં મોટાં શાસ્ત્રો છે? પંડિતોએ કહ્યું - અમારી પાસે લાખ-લાખ શ્લોક પ્રમાણ (ચાર લાખ શ્લોક) શાસ્ત્ર છે.
રાજાએ કહ્યું – એટલા બધા શ્લોકવાળાં શાસ્ત્રો સાંભળવાનો મારી પાસે સમય નથી !
છેવટે ચારે પંડિતોએ ચાર લાખ શ્લોકના સારભૂત એક જ શ્લોક બનાવીને રાજાને સંભળાવ્યો.
जीर्णे भोदनमात्रेयः, कपिल: पाणिषु दया ।
बृहस्पतिरविश्वास:, पांचाल: स्त्रीषु मार्दवम् ॥ ભાવાર્થ : અમારા ચારમાં જે આત્રેય નામનો પંડિત છે એ કહે છે.... જૂનું ભોજન જીર્ણ થાય, પચી જાય પછી નવું ભોજન કરવું એવો વૈદ્યકશાસ્ત્રનો સાર છે, અભિપ્રાય છે. કપિલ નામનો પંડિત કહે છે કે, “સર્વ પ્રાણિઓ ઉપર દયા રાખવી એ ધર્મશાસ્ત્રનો પરમાર્થ છે.” બૃહસ્પતિ નામનો ત્રીજો પંડિત કહે છે કે, પૈસાના વિષયમાં કોઈનો ય વિશ્વાસ ન કરવો’ એ અર્થશાસ્ત્રનો સાર છે અને પાંચાલ નામનો પંડિત કહે છે – સ્ત્રી પ્રત્યે કોમલ ભાવ રાખવો પણ કઠોર ન થવું. એ કામશાસ્ત્રનું રહસ્ય છે.
આ રીતે ચાર પંડિતોએ ચાર લાખ શ્લોકનો સાર એક જ શ્લોકમાં બતાવ્યો તેમ સાગરસમા દ્વાદશાંગીશાસ્ત્રોનો સાર બહુ થોડા શબ્દોમાં સમજવો તે સંક્ષેપ સામાયિક. [૬] અનવદ્ય સામાયિક ઉપર શ્રીધર્મરુચિની કથા : આચાર્યભગવંત શ્રીધર્મઘોષસૂરિજી મ.ના તપસ્વી શિષ્યરત્ન શ્રીધર્મરુચિ અણગાર માસક્ષમણના પાણે ગુરુદેવની આજ્ઞા લઈ ગોચરી માટે નીકળ્યા. ફરતા ફરતા મહામુનિએ રોહિણી બ્રાહ્મણીના ઘરમાં ધર્મલાભપૂર્વક પ્રવેશ કર્યો. તેના ઘરમાં ઝેર જેવી કડવી તુંબડીનું શાક કર્યું હતું તે ધર્મના દ્વેષથી રોહિણીએ તપસ્વી મુનિરાજને વહોરાવી દીધું. મુનિએ પોતાની સામાચારી પ્રમાણે ગુરુદેવને ગોચરી બતાવી. ગુરુએ વિષમય કડવી તુંબડીનું શાક જાણીને મુનિને કહ્યું; આ ઝેરી આહાર
સામાયિક્યોગ
- ૧૯૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org