Book Title: Bhavantno Upay Samayikyoga
Author(s): Sunandaben Vohra
Publisher: Gunanuragi Mitro

View full book text
Previous | Next

Page 208
________________ આવી પહોંચ્યા ! આચાર્ય મ. દત્તના સંસારી મામા થયા હતા... દત્તની માતા જૈનધર્મને માનનારી હતી. દત્ત વૈદિકધર્મનો અનુયાયી હોવાથી હિંસકયજ્ઞમાં માનનારો હતો ! તેથી એને શ્રીકાલિકાચાર્યને વંદન કરવા જવાની ઇચ્છા ન હતી... પરંતુ માની આજ્ઞા પાળ્યા વિના ચાલે તેમ ન હતું... વંદન કરવા આવેલા દત્તને આચાર્ય મહારાજે અહિંસક ભાવયજ્ઞનો ઉપદેશ આપ્યો, પરંતુ દત્તને એ ગમ્યો નહીં. એક વાર દત્તે ક્રોધના આવેશમાં આવી આચાર્યશ્રીને પૂછ્યું. આપ શાસ્ત્રજ્ઞ છો. વિદ્વાન છો તો મને કહો કે મારા રાજ્યમાં ચાલતા યજ્ઞોનું ફળ શું છે ? આચાર્યશ્રીએ કોઈપણ જાતની શેહશરમમાં તણાયા વગર કહ્યું. દત્ત ! હું નિશ્ચિતપણે કહું છું કે, આ યજ્ઞોનું ફળ નરકગતિ છે. દત્તે કાલિકાચાર્યને પૂછ્યું. તમે કહો છો તેની ખાત્રી શું ? આચાર્ય ભગવંતે કહ્યું, આજથી સાતમે દિવસે ઘોડાના પગના ડાબલાથી ઊડેલી વિષ્ટા તારા મુખ ઉપર પડશે અને તે પછી તું લોખંડની કોઠીમાં પુરાઈશ. દત્તે પૂછ્યું. તમારી કઈ ગતિ થશે ? આચાર્ય મ. બોલ્યા : ધર્મના પ્રભાવે અમે સ્વર્ગે જઈશું. આ સાંભળી ગુસ્સે થયેલા દત્તે કહ્યું તમારા કહેવા પ્રમાણે સાતમે દિવસે નહીં બને તો તમને ખતમ કરી નાખીશ. ત્યારબાદ શ્રીકાલિકાચાર્યની આજુબાજુ રાજસેવકોનો પહેરો ગોઠવી દીધો, અને પોતે શહે૨માં જઈ તમામ રસ્તાઓમાંથી અપવિત્રના દૂર કરાવી, બધે પુષ્પો પથરાવ્યા ! પોતે અંતઃપુરમાં રહ્યો ! આમ છ દિવસ વીત્યા. સાતમે દિવસે આઠમા દિવસની ભ્રાંતિથી ક્રોધના આવેશમાં આવી ઘોડા ઉ૫૨ સવા૨ થઈ શ્રીકાલિકાચાર્યજીને મારવા નીકળ્યો ! રસ્તામાં કોઈ વૃદ્ધ માણસ ઉતાવળથી રસ્તા ઉપર વિષ્ટા કરી તેના ઉપર ફૂલો ઢાંકી ચાલ્યો ગયો હતો, દત્તના ઘોડાનો પગ તેના ઉપર પડ્યો તેથી વિષ્ટા ઊછળીને દત્તના મોઢા ઉપર પડી. આચાર્યદેવનાં વચનો સાચાં લાગવાથી દત્ત પાછો ફર્યો. જિતશત્રુ રાજાના સેવકોએ તેને પકડી લીધો અને જિતશત્રુ, રાજાને ગાદીએ બેસાડી દીધો. સામંત રાજાઓએ વિચાર્યું કે, આ જીવતો રહેશે તો પાછો હેરાન કરશે તેથી તેને લોખંડની કોઠીમાં પૂરી દીધો. ત્યાં મરણ પામીને દત્ત નકે ગયો ! અહીં દત્તની કોઈ જ શેહશરમ રાખ્યા વગર યજ્ઞનું ફળ નરક છે એવી સામાયિયોગ * ૧૯૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232