________________
જવલાં લઈ જાય? આ કોઈ પાખંડી મુનિ લાગે છે. ગુસ્સામાં આવી તપાસ કરતો મુનિરાજ પાસે આવ્યો: ‘તમે મારા સોનાના જવ લઈ ગયા છો તે પાછા આપો” એમ સોનીએ કહ્યું. મુનિરાજ વસ્તુસ્થિતિનો વિચાર કરી મૌન રહ્યા. મુનિરાજના મૌનથી સોનીનો ગુસ્સો ઓર વધી ગયો મુનિરાજને શિક્ષા કરવાના વિચારથી તેમને પ્રચંડ તાપમાં ઊભા રાખ્યા અને માથા ઉપર ભીની વાધર (ચામડું) કચકચાવીને બાંધી ! પ્રચંડ તાપથી મુનિના પગમાં ફોલ્લા ઊઠ્યા અને ભીની વાધર જેમ સુકાતી ગઈ તેમ માથાની નસો ખેંચાવા લાગી....! ડોળા બહાર નીકળ્યા ! પરંતુ મહાત્માએ પ્રાણાંત અસહ્યવેદના સમભાવે સહન કરી. અંતકૃત્ કેવલી થઈ નિર્વાણપદને પામ્યા ! | મુનિરાજે પૂર્વભવમાં કુલમદ કર્યો હતો. તેથી નીચકુળમાં અવતાર થયો.. ઘોર પીડાનું કાળું કૃત્ય કરનાર સોની ઉપર મુનિરાજને લેશમાત્ર રોષ નહોતો. ઉપરથી કરુણાનો વરસાદ વરસાવી રહ્યા હતા. મુનિરાજ જાણતા હતા કે સામે ઝાડ ઉપર બેઠેલું કૌચપક્ષી જવ ચણી ગયું છે પણ હું વાત કરીશ તો સોની એ પક્ષીને મારી નાંખશે. કૌચપક્ષીને કોઈ ઈજા ન થાય એ ઉદાત્તભાવનાથી મુનિરાજ મૌન રહ્યા હતા. એ અરસામાં કોઈ સ્ત્રીએ લાકડાનો ભારો લાવીને ઝાડ નીચે નાંખ્યો. ઉપર બેઠેલું ક્રૌંચપક્ષી ઝબકી ગયું. એણે વિણ કરી. એમાં પેલા સોનાના જવા નીકળ્યા. સોનીએ દુકાનમાં બેઠા બેઠા જોયા !
સત્ય હકીકત જાણ્યા પછી સોનીને ભારે પશ્ચાત્તાપ થયો. રાજાના ભયથી અને પાપના પશ્ચાત્તાપથી એનું અંતઃકરણ શુદ્ધ બન્યું! એણે પણ ભાગવતી દીક્ષા સ્વીકારી આત્મકલ્યાણ સાધ્યું, સદ્ગતિગામી બન્યો! [૩] સમવાદ સામાયિક ઉપર શ્રીકાલિકસૂરિની કથા : તુરમિણી નગરીમાં કુંભનામે રાજા રાજ્ય કરતો હતો ! તેને દત્ત નામનો પુરોહિત હતો. એના ઉપર રાજની ખૂબ સારી મહેરબાની હતી! રાજાએ એને મંત્રીનો હોદ્દો આપી દીધો હતો ! કીર્તિનો ભૂખ્યો દત્ત ઘણાં હિંસક યજ્ઞો કરાવતો હતો. ચારે બાજુ એની
ખ્યાતિ ફેલાયેલી હતી. આગળ જતાં એને રાજા બનવાની મહત્ત્વાકાંક્ષા જાગી. દુર્બુદ્ધિવાળા દત્તે પોતાના ઉપકારી રાજા કુંભને કેદ કર્યો અને પોતાને રાજા તરીકે જાહેર કર્યો!
એક વાર શ્રીકાલિકસૂરિજી મહારાજ વિહાર કરતાં કરતાં એ નગરમાં
૧૯૨
ભવાંતનો ઉપાય :
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org