Book Title: Bhavantno Upay Samayikyoga
Author(s): Sunandaben Vohra
Publisher: Gunanuragi Mitro

View full book text
Previous | Next

Page 216
________________ ( ૪. ઇરિયાવહિયં વિરાધનાની આલોચના – પ્રાયશ્ચિત્ત. દોહચ આજ્ઞા આપો હે પ્રભુ! પડિકયું છર્યાવહી ?' ઇચ્છાએ આજ્ઞા થતાં, પડિકયું ઈવહી. ૧ જાવાના માર્ગે જતાં. વિરાધના જે થાય. ગમને આગમને તથા. પાપક્રિયા થઈ જાય. ૨ પ્રાણી ચંપાઈ જતાં, બી ચંપાઈ જાય, વનસ્પતિ ચંપાઈને, પાકિયા થઈ જાય ૩ ઠાર ભૂમિડા અને પંચવર્ણ શેવાળ, ચંપાયાં જલ માટી ને કરોળિયાની જાળ. ૪ કર્યા વિરાધિન મેં કદિ, એકેંદ્રિય દ્વીતિય, ત્રીય ચતુરિંદ્રિય અને જીવો પંચેન્દ્રિય ૫ કોઈ જીવ સામા હયા, ઢાંક્યા ધૂળની માંહ ઘસ્યા ધરતીને મસળીને, અથડયા માંહોમાંહ. ૬ સ્પર્શ કરીને દૂભવ્યા, ઉપજાવ્યો પરિતાપ, ગ્લાનિ કરી મૃતવત્ કર્યા કર્યા ઉપદ્રવપાપ. ૭ એકથી લઈ બીજે સ્થલે, મૂક્યા હોય તો, જીવિતથી જુદા કર્યા, “દુષ્કૃત મિથ્યા હો.” ૮ જે જે કરી વિરાધના, ક્રિયા પાપની હો, તે તે મુજ સહુ દુષ્કતો, મિથ્યા મિથ્યા હો. ૯ ૫ તસ્મઉત્તરી - કાયોત્સર્ગનો સંકલ અને હેતુ. દોહા ઉત્તમ કરવા આત્માને, કરવા પ્રાયશ્ચિત્ત, વિશુદ્ધિ કરવા કાજ ને, થવા શલ્યથી મુક્ત. ૧ કરવા ઉચ્છેદને તથા, મૂળથી પાપ જે કર્મ શરીર-વ્યાપારો તજી, રહું હું કાયોત્સર્ગ. ૨ ૬. “અન્નત્ય ઊસિએણે - કાયોત્સર્ગના આગારો. સામાયિકયોગ > ૨૦૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232