________________
પિતા મુનિરાજની પેરે શ્રાવકના ભલા બાર વ્રત સાચવવા લાગ્યાં; એવો ગર્ભનો પ્રભાવ જાણી મુનિસુવ્રત નામ દીધું. તેમનું વીશ ધનુષ્ય શરીરમાન અને ત્રીશ હજાર વર્ષનું આયુષ્ય જાણવું. કૃષ્ણ વર્ણ તથા લાંછન કાચબાનું જાણવું.
૨૧. શ્રી નમિજિન : મિથિલા નગરીમાં જન્મ્યા હતા, તેમના પિતા વિજય રાજા અને વપ્રા રાણી માતા હતાં. ભગવંત ગર્ભમાં આવ્યા પછી સીમાડાના શત્રુ રાજા હતા તે ચઢી આવ્યા. ગામના કિલ્લાને ચારે બાજુ લશ્કરનો પડાવ નાખી વીંટી લીધો. રાજાને ઘણી બીક લાગી પણ રાણીએ કિલ્લા ઉપર ચઢીને શત્રુઓને વાંકી નજરે જોયા. રાણીનું તેજ વૈરી રાજાઓથી ખમાયું નહિ, તેથી સર્વ આવીને ભગવંતની માતાને નમસ્કાર કરી કહેવા લાગ્યા, કે અમારા ઉપર સૌમ્યદૃષ્ટિએ જુઓ, રાણીએ તેમની ઉપર સૌમ્ય નજરે જોઈ માથે હાથ મૂક્યો. સર્વ રાજાઓ રાણીને પગે લાગી આજ્ઞા માગી પોત-પોતાને નગરે ગયા. એવો ગર્ભનો પ્રભાવ જાણી નમિનાથ નામ દીધું. તેમનું પત્રર ધનુષ્ય શરીરમાન અને દશ હજાર વર્ષનું આયુષ્ય જાણવું. સુવર્ણ વર્ણ અને લાંછન નીલાકમળનું જાણવું.
૨૨. શ્રી અરિષ્ટનેમિ : પ્રભુનો શૌરીપુર નગરમાં જન્મ હતો. તેમના પિતા સમુદ્રવિજ્ય રાજા અને શિવાદેવી રાણી માતા હતાં. પ્રભુ ગર્ભે આવ્યા પછી માતાએ સ્વપ્નમાં અરિષ્ટ એટલે કાળા રત્નની રેલી દીઠી તથા આકાશમાં ચક્ર ઊછળતું દીઠું, એવો પ્રભાવ જાણી અરિષ્ટનેમિ નામ દીધું. બીજું નામ શ્રી નેમિનાથ. તેમનું દશ ધનુષ્ય શરીરમાન અને એક હજાર વર્ષનું આયુષ્ય. શ્યામ વર્ણ અને લાંછન શંખનું હતું.
૨૩. શ્રી પાર્શ્વનાથસ્વામી : વાણારસી નગરીમાં જન્મ હતો. તેમના પિતા અશ્વસેન રાજા અને વામા રાણી માતા હતાં. વળી ભગવંત ગર્ભે આવ્યા પછી માતાએ અંધારી રાત્રે પોતાની પાસે સર્ષે જતો દીઠો. તે સર્પના જવાના માર્ગની વચમાં રાજાનો હાથ દેખી રાણીએ ઊંચો કીધો. તેથી રાજા ઊઠ્યો ને બોલ્યો કે શા માટે હાથ ઊંચો કીધો ? રાણીએ સર્પ દીઠાનું કહ્યું, રાજા કહે તમે જૂઠું બોલો છો? પછી દીપક મંગાવી જોયું તો સર્પ દીઠો. તે વારે વિસ્મય પામી રાજાએ વિચાર્યું, જે મેં ન દીઠો ને રાણીએ દીઠો એ ગર્ભનો પ્રભાવ છે, એમ જાણી શ્રી પાર્શ્વનાથ નામ દીધું, તેમનું નવ હસ્તપ્રમાણ શરીર અને એકસો વર્ષનું આયુષ્ય જાણવું. નીલ વર્ણ તથા. લાંછન સપનું જાણવું.
૧૮૬ જ
ભવાંતનો ઉપાય:
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org