________________
કરતા, તેથી વાસુપૂજ્ય નામ દીધું. તેમનું સિત્તેર ધનુષ્ય પ્રમાણ શરીર, અને બહોંતર લાખ વર્ષનું આયુષ્ય હતું. રક્તવર્ણ અને લાંછન પાડાનું હતું.
૧૩. શ્રી વિમળનાથ : કંપિલપુર નગરમાં જન્મ હતો. તેમના પિતા કૃતવર્મ રાજા અને ૨યામારાણી માતા હતાં. ભગવંત ગર્ભે આવ્યા પછી તેમના નગરમાં કોઈ સ્ત્રી –ભર દેહરે આવી ઊતર્યા. ત્યાં કોઈ વ્યંતરી દેવી રહેતી હતી, તેણે તે પુરુષનું રૂપ દીઠું. તેથી તેણીને કામક્રીડા કરવાની અભિલાષા થઈ. પછી તેની સ્ત્રીના જેવું પોતાનું રૂપ વિકુર્તી બંતરી તે પુરુષની પાસે સૂતી. પ્રભાતે બંને સ્ત્રી સમાન દેખી પુરુષે કહ્યું જે આમાં મારી સ્ત્રી કોણ છે?'' ત્યારે પહેલી બોલી કે એ મારો ભર છે. અને બીજી બોલી કે એ મારો ભર્તાર છે. એમ વઢતાં વઢતાં સર્વ રાજા પાસે આવ્યાં. રાજા તથા પ્રધાન બેઉ સ્ત્રીને સમાન દેખી કોઈ રીતે નિવડો કરી શક્યા નહિ, પણ રાણીએ પુરુષને દૂર ઊભો રાખ્યો અને બંને સ્ત્રીઓને પણ દૂર ઊભી રાખીને કહ્યું કે જે પોતાના સત્યના પ્રભાવથી ભર્તારને સ્પર્શ કરે તેનો એ ભર્તાર જાણવો” તે સાંભળી વ્યંતરીએ દેવશક્તિના પ્રભાવે પોતાનો હાથ લાંબો કરી ભર્તારને સ્પર્શ કર્યો, તેવો જ રાણીએ તેનો હાથ પકડી લઈને કહ્યું કે “તું તો બંતરી છે. માટે તારે સ્થાનકે જતી રહે” એવી રીતે ચુકાદો થવાથી વિમળમતિવાળી રાણી કહેવાણી. તે ગર્ભનો જ પ્રભાવ જાણી વિમળનાથ નામ દીધું. તેમનું સાઠ ધનુષ્ય પ્રમાણ શરીર અને સાઠ લાખ વર્ષનું આયુષ્ય જાણવું. સુવર્ણ વર્ણ અને શુકર (ભૂંડ)નું લાંછન જાણવું.
૧૪. શ્રી અનંતનાથ : અયોધ્યા નગરીમાં જન્મ થયો હતો. તેમના પિતા સિંહસેન રાજા અને સુયશા રાણી માતા હતાં. વળી સ્વપ્નમાં જેનો અંત ન આવે એવું, એક મોટું ચક્ર ભમતું રાણીએ આકાશને વિષે દીઠું અને અનંત રત્નની માલા દીઠી તથા અનંત ગાંઠના દોરા કરી બાંધ્યા, તેથી લોકોના તાવ ગયા એવો ગર્ભનો પ્રભાવ જાણી અનંતનાથ નામ દીધું. તેમનું પચાસ ધનુષ્ય પ્રમાણ શરીર અને ત્રીસ લાખ વર્ષનું આયુષ્ય જાણવું. સુવર્ણ વર્ણ તથા લાંછન સિચાણાનું જાણવું.
૧૫. શ્રી ધર્મનાથસ્વામી : રત્નપુર નગરમાં જન્મ્યા હતા. તેમના પિતા ભાનુરાજા અને સુવ્રતા રાણી માતા હતાં. રાજા-રાણીને પૂર્વે ધર્મ ઉપર અલ્પ રાગ હતો, તે ભગવંત ગર્ભે આવ્યા પછી બંનેને ધર્મ ઉપર અત્યંત રાગ થયો. ૧૮૪ *
ભવાંતનો ઉપાય:
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org