________________
ચંદ્રનું હતું.
૯. શ્રી સુવિધિનાથ : (એમનું બીજું નામ પુષ્પદંત છે.) તેમનો કાકંદી નગરીમાં જન્મ હતો. તેમના પિતા સુગ્રીવરાજા અને શ્યામા રાણી માતા હતાં, ભગવંત ગર્ભે આવ્યા પછી માતા તથા પિતા ભલી વિધિએ કરી ધર્મ કરવા લાગ્યાં. એવો ધર્મનો પ્રભાવ જાણી સુવિધિનાથ નામ દીધું અને મચકુંદનાં ફૂલની કળી સરખા પ્રભુના ઉજ્વળ દાંત હતા માટે બીજું પુષ્પદંત નામ દીધું. તેમનું એકસો ધનુષ્ય પ્રમાણ શરીર, બે લાખ પૂર્વનું આયુષ્ય. શ્વેત વર્ણ અને મગરમચ્છ લાંછન હતું.
૧૦. શ્રી શીતલનાથ : ભક્િલપુર નગરીમાં જન્મ હતો. તેમના દઢરથ રાજા અને નંદા રાણી માતા હતાં. પિતાના શરીરે દાહકવર થયો હતો. ભગવંત ગર્ભે આવ્યા પછી રાજાના શરીરની ઉપર રાણીએ હાથ ફેરવ્યાથી શીતલતા થઈ, એવો ગર્ભનો મહિમા જાણી શીતળનાથ નામ દીધું. તેમનું નેવું ધનુષ્ય પ્રમાણ શરીર અને એક લાખ પૂર્વનું આયુષ્ય હતું. સુવર્ણ વર્ણ અને શ્રીવર્ડ્ઝનું લાંછન હતું.
૧૧. શ્રી શ્રેયાંસનાથ : સિંહપુર નગરમાં જન્મ હતો. તેમના પિતા વિષ્ણરાજા અને વિષ્ણુરાણી માતા હતાં. કોઈ દેરાસરમાં પરંપરાગત દેવતાધિષ્ઠિત શવ્યાની પૂજા થતી હતી. તે શય્યાએ જે બેસે અથવા સૂવે તેને ઉપદ્રવ ઊપજે. જે ભગવંત ગર્ભે આવ્યા પછી માતાના મનમાં આવ્યું. જે દેવગુરુની પ્રતિમાની પૂજા થાય તો તે ખરું છે; પણ શવ્યાની પૂજા તો ક્યાંયે સાંભળી નથી; એમ ચિંતવી શવ્યાની રક્ષા કરનાર પુરુષે મનાઈ કર્યા છતાં પણ પ્રભુની માતા તે શય્યા ઉપર બેઠાં તથા સૂતાં, તે છતાં ગર્ભના પ્રભાવથી અધિષ્ઠાયક દેવતા ઉપદ્રવ ન કરી શક્યો અને શય્યા મૂકી જતો રહ્યો. ત્યારપછી રાજા પ્રમુખે તે શવ્યા વપરાશમાં લીધી, એવો ગર્ભનો મહિમા જાણી શ્રેયાંસ નામ દીધું. તેમનું એંશી ધનુષ્ય પ્રમાણ શરીર અને ચોરાશી લાખ વર્ષનું આયુષ્ય હતું. સુવર્ણ વર્ણ હતો અને લાંછન ગેંડાનું હતું.
૧૨. શ્રી વાસુપૂજ્ય સ્વામી : ચંપાપુરીમાં જન્મ થયો હતો. તેમના પિતા વાસુપૂજ્ય રાજા અને જયારાણી માતા હતાં. ભગવંત ગર્ભે આવ્યા પછી ઇંદ્રમહારાજ વારંવાર આવી વસુ એટલે રત્નની વૃષ્ટિ કરીને માતા-પિતાની પૂજા
સામાયિકયોગ
* ૧૮૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org