________________
૧૫૪
સદ્ગુરુની આજ્ઞાએ વર્તે છે.
નિરંતર તેમના બોધને ઇચ્છે છે.
સ્વદોષને દૂર કરે છે, પરદોષનું આચ્છાદન કરે છે. જગતના જીવો પ્રત્યે નિર્વૈર બુદ્ધિ રાખે છે. ગુણવાનોનો આદર પ્રશંસા કરે છે. દુ:ખી જીવોનાં દુઃખ દૂર કરવા પ્રેરાય છે. વિરોધી તત્ત્વો પ્રત્યે મધ્યસ્થભાવ રાખે છે. કષાયનો ત્યાગી અને વિષયથી વિરાગી હોય છે.
આહાર, ભય, મૈથુન અને પરિગ્રહ સંજ્ઞાનો પરિહાર કરે છે. અનુકૂળ કે પ્રતિકૂળ સંયોગમાં સમવૃત્તિવાળો છે.
પરહિત ચિંતા - જીવોની રક્ષાની ભાવનાવાળો હોય છે. ઉપયોગને સ્વરૂપ દર્શન પ્રત્યે વાળે છે.
ઉત્તમ ભાવના વડે અંતરશુદ્ધિ કરે છે. ધ્યાન દ્વારા પ્રત્યક્ષ સ્વરૂપાનુભૂતિ કરે છે. તે કર્મ અનુબંધનમાં જાગૃત છે. ઉદયમાં સમ છે. તેને આત્મા સિવાય ક્યાંયે આનંદ નથી. નિર્દોષ આનંદમાં રહેવું તે જ્ઞાનીનો નિશ્ચય છે.
તેને રાગના પદાર્થનો ત્યાગ છે પણ વિશેષ અરુચિ છે. રાગના પદાર્થની અરુચિ તે વૈરાગ્યની ભાવના છે. ગુરુમાં રહેલી ગુરુતાને – જ્ઞાનને લઘુભાવે સ્વીકારે છે. સાધ્યના લક્ષ્ય તે સાધનને સેવે છે.
સ્વપ્ને પણ સંસાર સુખને ઇચ્છતો નથી. આત્માની સહજ અવસ્થાનો અભિલાષી છે. મારું તારું એવા ભેદના અહંમ મમત્વને શમાવે છે. આત્માર્થ સિવાય આ જીવને કંઈ અગ્રિમતા નથી. તે જાણે છે કે સર્વે દુઃખનું મૂળ સાંસારિક સંયોગ છે. ઉદયાધીન વ્યવહાર છે છતાં તેનું લક્ષ્ય ૫૨માર્થ છે. શરીરાદિ મોહના છે તેમ જાણે છે તેથી અસંગતા ઇચ્છે છે. સર્વ વિરતિથી ઝંખનાવાળો છે. મુક્તિનો અભિલાષી છે.
Jain Education International
For Private & Personal Use Only
ભવાંતનો ઉપાય :
www.jainelibrary.org