________________
મુનિસુવ્રતસ્વામિને તથા રાગદ્વેષને જિતનારા નમિનાથને વાંદું છું. (શ્રી) અરિષ્ટનેમિ તથા પાર્શ્વનાથને અને વર્ધમાન સ્વામિને હું વંદના કરું છું. ૪ એવં મએ અભિયુઆ, વિહુયરયમલા પરીણમરણા |
ચઉવીસંપિ જિણવા, તિસ્થયરા મે પસીયંતુ પા
અર્થ – એ પ્રકારે મેં (નામપૂર્વક) સ્તવ્યા. તે ચોવીશે તીર્થકરો તથા બીજા પણ તીર્થકરો, જેઓએ (કર્મરૂપ) રજ તથા મેલને ટાળ્યા છે (તથા જેમણે) જરા અને મરણ અતિશયે કરીને ક્ષય કર્યા છે (તથી સામાન્ય કેવળીઓથી શ્રેષ્ઠ છે એવા તે તીર્થકરો મારા ઉપર પ્રસન્ન થાઓ! ૫ કિરિય–વંદિય-મહિયા, જે એ લોગસ્સ ઉત્તમ સિદ્ધા !
આરુગ્ગ–બોહિ-લાભ, સમાહિવરમુત્તમં દિંતુ III
અર્થ – (જેમને ઇંદ્રાદિકે) સ્તવ્યા છે, વાંદ્યા છે, પૂજ્ય છે અને જેઓ લોકને વિષે ઉત્તમ સિદ્ધ (ભગવાન) થયા છે, તેઓ તેમને) આરોગ્ય, સમ્યગ્દર્શનનો લાભ અને પ્રધાન ઉત્તમ સમાધિ આપો! .
ચંદેસુ નિમલયરા, આઈચ્ચેસુ અહિયં પયાસયરા II સાગરવરગંભીરા, સિદ્ધા સિદ્ધિ મમ દિસંતુ liણા
અર્થ - ચંદ્રસમુદાયથી વિશેષ નિર્મળ, સૂર્યસમુદાયથી વિશેષ પ્રકાશ કરનાર અને સ્વયંભૂરમણ સમુદ્ર જેવા ગંભીર એવા સિદ્ધ પરમાત્મા) મને મોક્ષ આપો ! ૭. પદ (૨૮) સંપદા (૨૮) ગુરુ (૨૭) લઘુ (૨૨૯) સર્વવર્ણ (૨૫૬)
ઇતિ નામસ્તવ' સૂત્ર ૮.
ચોવીસ તીર્થંકરનું સંક્ષિપ્ત ચરિત્ર ૧. શ્રી ઋષભદેવનો જન્મ વિનીતાનગરીમાં થયો. તેમના નાભિરાજા પિતા અને મરુદેવા માતા હતાં. બધા તીર્થકરોની માતાઓ પહેલા સ્વપ્ન સિંહ દેખે પણ મેરુદેવા માતાએ પ્રથમ વૃષભ દીઠો. એવો ગર્ભનો મહિમા જાણી તેમનું શ્રી ઋષભદેવ નામ રાખ્યું, તથા ધર્મની આદિના પ્રવર્તાવનાર તેથી બીજું આદિનાથ નામ પણ કહીએ. તેમનું પાંચસો ધનુષ્ય પ્રમાણ શરીર અને ચોરાશી ૧ આ સૂત્રમાં નામપૂર્વક તીર્થકરોની સ્તવના કરેલ છે તેથી આ સૂત્રનું બીજું નામ નામસ્તવ છે. ૧૮o
ભવાંતનો ઉપાય :
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org