________________
ભણનારને સહાય આપે.
૨ દર્શનાચાર – શુદ્ધ સમ્યકત્વને પોતે પાળે, બીજાને પળાવે અને સમ્યકત્વથી પડતાને સમજાવી સ્થિર કરે.
૩ ચારિત્રાચાર – પોતે શુદ્ધ ચારિત્ર પાળે, બીજાને પળાવે અને પાળનારને અનુમોદે.
૪ તપ આચાર – છ બાહ્ય અને છ અત્યંતર એમ બાર પ્રકારનો તપ પોતે કરે, કરાવે અને કરતાને અનુમોદન આપે.
૫ વીર્યાચાર – ધર્માનુષ્ઠાન (ધર્મક્રિયા) કરવામાં છતી શક્તિ ગોપવે નહિ તથા તમામ આચાર પાળવામાં વિર્યશક્તિ સંપૂર્ણ રીતે ફોરવે તે.
ચારિત્રધર્મની રક્ષાને અર્થે મુનિને પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિ રૂપી આઠ પ્રવચન માતાને પાળવાની જરૂર છે, તે આ પ્રમાણે –
૧ ઇસમિતિ – સાડા ત્રણ હાથ મુખ આગળ દૃષ્ટિ નીચી રાખીને ચાલવું.
૨ ભાષાસમિતિ – સાવદ્ય વચન બોલવું નહિ. ૩ એષણાસમિતિ - અપ્રાસુક આહારપાણી આદિ વહોરવી નહિ. ૪ આદાનનિક્ષેપણાસમિતિ – વસ્ત્ર-પાત્ર અણપુંજી ભૂમિ ઉપર લેવું-મૂકવું
નહિ.
૫ પારિષ્ઠાપનિકાસમિતિ – મલમૂત્ર અણપુંજી જીવાકુલ ભૂમિએ પરઠવવું નહિ.
૧ મનગુપ્તિ – મનમાં આર્ત-રૌદ્ર ધ્યાન કરવું નહિ. ૨ વચનગુપ્તિ – નિરવ વચન પણ કારણ વિના બોલવાં નહિ. ૩ કાયગુપ્તિ – શરીર અણપડિલેહ્યું હલાવવું નહિ.
પાંચ ઇન્દ્રિયના વિષયને સંવરનાર તેથી ૫ ગુણ, નવ પ્રકારની બ્રહ્મચર્યની ગુપ્તિને ધારણ કરનાર તેથી નવ, ચાર પ્રકારના કષાય રહિત તેથી ચાર, પાંચ મહાવ્રતના પાંચ, પાંચ આચારના પાંચ, પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિ મળી અષ્ટ પ્રવચન માતાના આઠ. એમ સર્વ મળીને છત્રીસ ગુણ આચાર્ય મહારાજના થયા. નમો ઉવન્ઝાયાણં જા
સિદ્ધાંત ભણે તથા બીજાઓને ભણાવે તે ઉપાધ્યાય-પાઠક-વાચક તેમના
૧૬૮ જ
ભવાંતનો ઉપાય :
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org