________________
પહે
મનગમતા ઉપર રાગ અને અણગમતા ઉપર દ્વેષ આચાર્ય મહારાજ કરે નહિ.
બ્રહ્મચર્યની નવ પ્રકારની ગુપ્તિ એટલે શીયલની નવ વાડોને જાળવી રાખે. ક્ષેત્રનું જેમ વાડથી રક્ષણ થાય છે તેમ આ નવ વાડોથી શિયળનું રક્ષણ થાય છે.
૧ સ્ત્રી, પશુ, નપુંસક જ્યાં ન હોય ત્યાં વસે. ૨ સ્ત્રીની સાથે રાગથી વાતો કરે નહિ.
૩ સ્ત્રી બેઠી હોય તે આસને પુરુષ બે ઘડી સુધી બેસે નહિ અને પુરુષ બેઠો હોય તે આસને સ્ત્રી ત્રણ પહોર સુધી બેસે નહિ.
૪ રાગ વડે સ્ત્રીનાં અંગોપાંગ જુએ નહિ.
૫ સ્ત્રી-પુરુષ સુતાં હોય અગર કામભોગની વાત કરતાં હોય ત્યાં ભીંતના આંતરે રહે નહિ.
૬ અગાઉ ભોગવેલા વિષયાદિને સંભારે નહિ. ૭ સ્નિગ્ધ આહાર કરે નહિ. ૮ નીરસ એવો પણ અધિક આહાર કરે નહિ. ૯ શરીરની શોભા-ટાપટીપ કરે નહિ.
સંસારની પરંપરા જેનાથી વધે તે કષાય. તેના ચાર પ્રકાર છે. ૧ ક્રોધ, ૨ માન, ૩ માયા અને ૪ લોભ – એ ચાર કષાય આચાર્ય મહારાજ કરે નહિ.
મહાવ્રત એટલે મોટાં વ્રત પાળવામાં આકરાં હોય તે મહાવ્રત પાંચ છે. ૧ પ્રાણાતિપાત વિરમણ – કોઈ જીવનો વધ કરવો નહિ.
૨ મૃષાવાદ વિરમણ – ગમે તેવું કષ્ટ આવી પડે તેમ હોય તો પણ અસત્ય વચન બોલવું નહિં.
૩ અદત્તાદાન વિરમણ – કોઈની ન આપેલી નજીવી ચીજ પણ લેવી નહિ.
૪ મૈથુન વિરમણ – મન, વચન, કાયાએ કરીને બ્રહ્મચર્ય પાળવું – વિષયસુખ ભોગવવાં નહિ.
૫ પરિગ્રહ વિરમણ – કોઈ પણ વસ્તુનો સંગ્રહ કરવો નહિ તેમજ ધમપકરણ, પુસ્તક આદિ વસ્તુ પોતાની પાસે હોય તેના ઉપર મૂચ્છ રાખવી નહિ. એ પાંચ મહાવ્રત સાધુ મુનિરાજ પાળે છે.
આચાર્ય મહારાજ જે પાંચ આચારને પાળે છે, તે આ પ્રમાણે – ૧ જ્ઞાનાચાર – જ્ઞાન ભણે-ભણાવે, લખે-લખાવે, જ્ઞાનભંડાર કરાવે,
સામાયિકદ્યોગ
૮ ૧૬૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org