________________
છે, અને સુખદુઃખ ભોગવે છે. - વ્યવહારમાં પારકી વસ્તુ લેનાર સુદ્રવૃત્તિવાળો કહેવાય છે. તેમ પરમાર્થમાર્ગમાં પણ પરપદાર્થોમાંથી પરભાવમાં જવું તે પારકી વસ્તુ લેવા બરાબર છે, તે અજ્ઞાનતા છે. તે જ મોહની અવસ્થા છે. મોહજનિત અવસ્થાથી નિવર્તવા માટે નિંદામિ ગરિહામિ જેવા ઉપાયો દર્શાવ્યા છે.
જ્યાં સુધી આત્મા એહિ જ સામાયિક ભાવની શ્રદ્ધામાં આવતો નથી ત્યાં સુધી તેને પર વસ્તુનું સાચું સ્વરૂપ શું છે, તેમાંથી શું મળે છે? તેનો વિચાર થતો નથી. સ્વ શું છે, આત્માનું સાચું સ્વરૂપ શું છે, તેનું ભાન નથી થતું. જીવની આવી મૂઢદશાનું નિવર્તન આત્મસ્વરૂપના લક્ષે ટળે છે. તે માટે મોહનીયના નાશનો ઉપાય કરવાનો છે. તે સિવાયનો શ્રમ પુણ્ય સુધી લઈ જશે. પરંતુ મોહક્ષયનો શ્રમ મોક્ષનગરે પહોંચાડે છે.
સામાયિકની ફળશ્રુતિ મૈત્રી આદિ ભાવનાઓ વડે વૈરાગ્ય - વીતરાગતા છે. તે મોહરૂપી અંધકાર દૂર કરવાનો ઉપાય છે. શાસ્ત્રની સ્મૃતિ તે જ્ઞાન નહિ અભ્યાસ છે. જેટલી વીતરાગતા તેટલું જ્ઞાન નિરાવરણ. મતિશ્રુત જ્ઞાનના ઉપયોગ વડે શાસ્ત્રજ્ઞાન દ્વારા તે કેવળજ્ઞાનને જાણે છે, આત્માના સુખ કે આનંદનો અનુભવ કેવળજ્ઞાન કરી શકે, કારણ કે તે નિવારણ જ્ઞાન છે.
જ્ઞાન સ્વયં આત્માનું અસ્તિત્વ પ્રસિદ્ધ કરે છે, પરંતુ વિભાવજનિત જ્ઞાન તે અસ્તિત્વની શ્રદ્ધાને પ્રસિદ્ધિ આપતું નથી. મોહને આપણે જાણવા છતાં ત્યાં અટકી જઈએ છીએ. મોહનો અનુભવ ઉપયોગમાં થાય છે. તેની ચેષ્ટા શરીર દ્વારા થાય છે.
સામાયિક દ્વારા આત્માનો સ્વીકાર કરીને પર પદાર્થમાં સુખ બુદ્ધિનો ત્યાગ કરી આત્માના આનંદને અનુભવવાનો છે. પરંપદાર્થના મોહમાં આત્મા રાંક બને છે. પરાધીન બને છે. પણ જ્યાં આત્માનું સ્વરૂપ સ્વીકાર્યું કે તું રંક મટી રાજા બને છે. આ નિરાવરણ જ્ઞાનનો અભિગમ છે.
૬૨ ૮
ભવાંતનો ઉપાય :
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org