________________
૮. વીર્યાત્મા જેનો પુરુષાર્થ સન્માર્ગે પ્રગટ છે તે આત્મા
અરે શ્રી શાંતિનાથ શ્રી કુંથુનાથ અને શ્રી અરનાથ જેવા તીર્થંકરો, જેમને ઉદયબળે ચક્રવર્તીપદ હતું. પરંતુ તે સર્વ ઐશ્વર્યનો ત્યાગ કરી જ્યારે પ્રવજ્યા ગ્રહણ કરી ત્યારે આ સૂત્ર દ્વારા જ ચારિત્ર અંગ્નિકાર કર્યું હતું. એવો આ સૂત્રનો મહિમા છે.
કાયોત્સર્ગમાં જેમ દેહભાવનો ત્યાગ છે, તેનાથી વિશેષ સામાયિક સૂત્રમાં સાવધ પાપવ્યાપાર, સંસારના ભાવનો ત્યાગ છે. જેમાં મન, વાણી અને કાયા ત્રણે યોગો વડે થતાં પાપવ્યાપારનો ત્યાગ છે. અર્થાત્ આ સૂત્ર, સૂત્રાર્થનુસાર સાધકનો પ્રાણ છે. તે સામાયિકને મુનિઓ વિવિધ પ્રકારે આરાધીને સિદ્ધ અને મુક્ત થયા, તેના દૃષ્ટાંતો પાછળના ભાગમાં મૂકવામાં આવશે.
સમ + આય + ઈંક : સામાયિક.
પ્રથમ સમ શબ્દ જ અમૃતનો આસ્વાદ છે. જેણે આ સમને ભાવસ્વરૂપે આરાધ્યો તેમને સર્વ જીવોમાં સ્વાત્મા સમ દર્શન થયું. આત્મસ્વરૂપમાં લીનતા થવાથી વિષમતા ટળી સમત્વ થયું. તે રાગાદિભાવ રહિત વૈરાગ્ય સ્વરૂપ અવસ્થા છે. પ્રિય-અપ્રિય, લાભ-હાનિમાં સમબુદ્ધિ. આખરે સમ્યગ્દર્શન, જ્ઞાન અને ચારિત્રની સમાપત્તિ-ઐક્ય પરિણામ, શ્રદ્ધા અને સમજપૂર્વક ચારિત્રની શુદ્ધિ. આ ઉપરાંત અનેક ગુણોનું સંગઠ્ઠન થાય છે.
તીર્થંકર ભગવંતો અને ગણધર ભગવંતોનો મહા ઉપકાર છે. જેઓએ આવું સમર્થ, પવિત્રતમ, સર્વોચ્ચ પારમેશ્વરી સાધન આપી, સંસાર સમુદ્રને તરી જવાનું દૈવી જહાજ આપ્યું.
આ સૂત્ર વડે સાવધ પાપવ્યાપાર ન કરવાની પ્રતિજ્ઞા કરીને કેટલાંય વિઘ્નોથી, આત્માના અહિતથી, દુર્ગતિથી, મહાદુ:ખોથી, ભયાદિથી કરી જીવો રક્ષિત બને છે.
કરેમિભંતે સૂત્ર વિનયધર્મનું દ્યોતક છે. સામાયિક કરવાની ઉત્કૃષ્ટ પ્રતિજ્ઞા લેતા પહેલાં વિનય વડે ગુરુ પાસે પોતાની અભિલાષાનું નિવેદન કરે છે. હે ભગવંત ! હું સામાયિક વ્રત કરવા ઇચ્છું છું.
માનવદેહમાં ત્રણ યોગો વિદ્યમાન છે. તે ત્રણ યોગની શુભાશુભ પ્રવૃત્તિ દ્વારા શુભાશુભ આશ્રવ થાય છે. સામાયિક શુદ્ધિનું સાધન હોવાથી આ યોગો
૧૩૬
ભવાંતનો ઉપાય ઃ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org