________________
જ કરેમિ ભંતે સૂત્રથી સર્વ પાપવ્યાપારથી
મુક્ત થવાની પ્રતિજ્ઞા કરેમિભૂત સૂત્ર એટલે પ્રતિજ્ઞાનો લેખ. સદેવ ગુરુજનોને આપેલું વચન કે હું સાવદ્યપાપ વ્યાપારથી અટકવાનો, તેનો ત્યાગ કરવાનો સ્વીકાર કરું છું સવિશેષ ગુરુભગવંતની પાસે લેવાની પ્રતિજ્ઞા છે.
ભંતે, ભદંત, ભગવંત, ભવાંત પર્યાયવાચી શબ્દો છે. ચારે ગતિના ભવનો અંત કરવામાં મહાન ઉપદેશક છે. ભયનો નાશ કરનાર છે.
સાવદ્ય પાપવ્યાપારનો ત્યાગ અને નિરવદ્ય યોગોનું સેવન જેમાંથી સમત્વ પેદા થાય છે. તે સામાયિક છે. સંસારની સંપૂર્ણ પ્રવૃત્તિ આરંભયુક્ત છે. સાવદ્ય પાપ જનિત હોય છે. જીવોના પ્રાણની હાનિ કરવાવાળી હોય છે. એ કારણથી પુણ્યાત્માઓ સંસારનો ત્યાગ કરે છે. અથવા પ્રવૃત્તિનો સંક્ષેપ કરે છે. જેથી સમભાવનું સેવન થાય. આથી સાધુ-સાધ્વીજનો આ જીવનનું સામાયિક લે છે. શ્રાવક, શ્રાવિકા મર્યાદિત સમય માટે સામાયિક કરીને સાવદ્ય પાપ વ્યાપાર ન કરવાની ન કરાવવાની પ્રતિજ્ઞા લે છે. તેમાં મન વચન કાયાને શુભ યોગમાં જોડે છે.
કરેલા સાવદ્ય પાપવ્યાપારથી આત્માને મુક્ત કરે છે. દોષ થાય તો નિંદે છે, ગુરુજનો પાસે પ્રાયશ્ચિત લે છે. આત્મા કે જે વિષય કષાયયુક્ત છે તેને નિંદે છે અને મુક્ત કરે છે.
આત્માના ઉપચારથી અથવા અવસ્થા ભેદથી આઠ ભેદ છે. ૧. દ્રવ્યાત્મા : ત્રિકાલવર્તી ચૈતન્યસ્વરૂપ આત્મા. ૨. કષાયાત્મા : ક્રોધાદિ કષાયયુક્ત આત્મા ૩. યોગાત્મા : મન, વચન, કાયાના યોગવાળો આત્મા.
૪. ઉપયોગત્મા : ઉપયોગ જીવનું લક્ષણ છે. સંસારી સિદ્ધ બંને ઉપયોગભા છે.
૫. જ્ઞાનાત્મા : સમ્યગૂજ્ઞાન સહિત બોધયુક્ત આત્મા. ૬. દર્શનાત્મા : સામાન્ય યથાર્થ બોધવાળો આત્મા
૭. ચારિત્રાત્મા : હિંસાદિ અસક્રિયાની નિવૃત્તિરૂપ આત્મા સામાયિકયોગ
૮ ૧૩પ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org