________________
વાસ્તવમાં સત્ય ન હોય તે વાણી ન બોલવી..
૪. ન સત્ય ન અસત્ય ! જેમાં સત્ય નથી અને અસત્ય પણ નથી છતાં ઉપકારક હોય તેવી વાણી વિવેકપૂર્વક બોલવી.
વાસ્તવમાં સામાયિકમાં મૌન રહેવું હિતાવહ છે. સામાયિક સમિતિ અને ગુપ્તિધર્મના અંશવાળું છે. ચારેગતિમાં વિચારશક્તિ સહિત વાચા કેવળ મનુષ્યને મળી છે. એ પુષ્પ જેવી સુંદર અને સુવાસિત હોવી જોઈએ. અર્થાત્ કોમળ અને મધુર હોવી જોઈએ. જે શબ્દોમાં કષાય, અહ, માયા, દંભ કે આવેશ ભળેલો છે તે ભાષા સત્ય હોય તો પણ અસત્ય છે. જેમ કે એ તો સાવ બહેરો છે, આમ કહેવાને બદલે એને કાને તકલીફ છે, તેથી બરાબર સંભળાતું નથી. બંને વાક્ય સત્ય છે, છતાં પહેલું અસત્યના પક્ષમાં જાય છે. બીજું મધુર હોવાને કારણે સત્યના પક્ષમાં જાય છે.
- વ્યવહાર સત્યથી આવકારદાયક બને છે. આ લોકમાં સત્યવચની પ્રીતિપાત્ર બને છે. પરલોકમાં વળી પુણ્યયોગ મળે છે. વળી સામાન્ય વ્યવહારમાં અસત્યની જરૂર પડતી નથી. પણ માનવને સત્ય પર વિશ્વાસ નથી હોતો તેથી અસત્યનો આશરો લઈ દુઃખનાં કારણોને નિમંત્રણ આપે છે.
ધર્મ કે કર્મના કોઈ પણ ક્ષેત્રે માન મોટાઈને કારણે માનવ દંભ સેવે છે, દંભ અને અસત્ય સહોદર છે. એટલે જ્યાં દંભ છે ત્યાં અસત્ય છે. સામાયિકમાં અસત્ય વચનયોગનો પરિહાર–ત્યાગ અને મૌનને સેવવું જોઈએ. કાયયોગની શુભાશુભ પ્રવૃત્તિ :
શરીરેણ સુગુપ્તના શરીરી ચિનુતે શુભ. સતતારશ્મિણા જતુ ઘાત કેના શુભપુનઃ
શ્રી હેમચંદ્રાચાર્ય યોગશાસ્ત્ર ચેષ્ટા રહિત શરીર વડે કાયોત્સર્ગાદિ સમયે આત્મા શુભ કર્મનો સંચય કરે છે, તથા સતત આરંભવાળા અને પરિણામે જીવ હિંસાદિ પ્રવૃત્તિવાળા શરીરથી અશુભકર્મને ભેગું કરે છે. અર્થાત્ સાવદ્ય પ્રવૃત્તિનો ત્યાગ તે કાયયોગનું શુભ પ્રવર્તન છે. દેહાધ્યાસથી પ્રવૃત્તિ કરવી તે અશુભ કાયયોગ છે. માખી મચ્છરને ઉડાવવા માટે થતું હલનચલન અશુભ છે. ગુરુ વંદનાદિ પ્રવૃત્તિ શુભ છે. કાયા સ્થિર થવાથી કથંચિત મન સ્થિર થઈ શકે છે. ભાવનાઓ વડે શુદ્ધિ
સામાયિયોગ
ત્ર ૧૩૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org