________________
ગાયાં કે
“પ્રભુ સમતાભંડાર, મહાવીર તમે સમતાના ભંડાર.”
ત્યાર પછી એ પાવન પરમાત્મા પૂરા વિશ્વને આદરણિય થયા. પૂરા સન્માનના અધિકારી બન્યા. દેવો અને દાનવો સૌને માટે પ્રીતિ ખાત્ર બન્યા.
અજાતશત્રુ કહેવાતા માનવને શત્રુ નથી હોતા એમ નહિ. વિરોધીઓ હોવાનો સંભવ છે. પરંતુ મહા માનવોને પોતાને કોઈ પ્રત્યે શત્રુતા નથી. તે તેમનું અજાતશત્રુત્વ છે. આવા વિશુદ્ધ પ્રેમતત્ત્વને પ્રગટ કરનાર મહામનિષિઓ પ્રત્યે દુષ્ટની દુષ્ટતા દૂર થઈ જાય છે. સિંહ અને બકરી હિંન્ને પશુઓ, પણ ત્યાં પોતામાં રહેલી અત્યંત સુખ એવી પ્રેમ શક્તિના અંશને માણે છે.
વાસ્તવમાં માનવ નબળા પર શૂરો થાય છે. તે સિવાય તો સંસારમાં કેટલાની ખુશામત? કેટલાની પળોજણ? કેટલાની સામે લાચારી !
અરે ઘરના પગારદારની પણ ખુશામત, પરિવારની પળોજણ, પત્ની-પતિ અન્યોન્યની લાચારી, કેટલાના કટાક્ષ સહ્યા ! ઠીક તું સંસારમાં છે તો સ્નેહથી રહે. સમભાવથી રહે, નબળા પર શૂરો ને પૂરો? સબળા આગળ શાણો એ મહાવીરનો વારસદાર નથી.
ભલે તારે સ્વરક્ષણ કે પરિવારનું કાર્ય કરવું પડે. પરંતુ જેને પોતાની ચેતના શક્તિને જાગૃત કરવી છે તેનો વ્યવહાર સમ્યફ હોવો જોઈએ.
ઘરમાં ઘૂસતા કૂતરાને ભલે તું આશરો ન આપે પણ ધુત્કારીને લાકડી ન મારીશ. શરીર પર મચ્છર બેસે તો ખિજાઈને મારવા પ્રયત્ન ન કરીશ. ધીમેથી ઉરાડી દેજે. સ્વજન વિપરીત ચાલે તો અપેક્ષાથી દુઃખી ન થતો, એ એમના કર્મને આધીન છે. તું સમતામાં રહેવા સ્વતંત્ર છું. તો સમર્થ પણ છું. મિત્રો પણ વિરુદ્ધ થયા, તો પણ તું શત્રુતા ન રાખતો કેમ કે તું હવે પરમાર્થ પંથનો પ્રવાસી છું ને ? રાજા સિંહાસન પર બેસે, રાજાપાઠમાં જ બેસે બકરી થઈને ન બેસે, તું પણ સમતાના ભંડારનો સ્વામી શા માટે આકુળ-બકરી થાય ?
જ્યાં જ્યાં સમતા છે, સરળતા છે. શુદ્ધતા છે ત્યાં ચૈતન્ય શક્તિ કાર્યાન્વિત થાય છે. પછી તેને કોઈ મારે કે હાર પહેરાવે તું તો મોજ-મસ્તીમાં છું. કોને માર કોને હાર? પણ જો અંત:કરણમાં મલિનતા છે તો આ ચૈતન્યશક્તિ છે તો પ્રગટ પણ તે સ્વભાવને બદલે વિભાવમાં પરિણમે છે.
સામાયિક યોગ
૧૪૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org