________________
વસ્તુઓના સંયોગો પણ ગુમાવે છે.
' પ્રાણી પ્રત્યે સમભાવ રાખવાથી આપણે આપણી શુદ્ધ શક્તિને પ્રગટ કરીએ છીએ. આમ જોતાં પરહિત એ કોઈ અનેરું સ્વહિત છે. જો અન્ય પ્રત્યે દ્વેષ કરીએ તો પણ તેનું પુણ્ય હશે તો તેનું અહિત નહિ થાય, પણ તારું જ અહિત થશે. અન્યનું અહિત કરવાનો આત્મસ્વભાવ ન હોવા છતાં અજ્ઞાનવશ જીવ જ્યારે આવું આચરણ કરે છે, ત્યારે આત્મસ્વરૂપમય સુખથી દૂર ધકેલાઈ જાય છે. આથી મહામાનવો પરહિતચિંતાના મહારક્ષણહાર, તારણહારરૂપે પ્રગટ થયા. તે સૌ સામાયિકયોગના પ્રણેતા હતા.
સમભાવ અને નિર્મળ પ્રેમ એક જ સિક્કાની બે બાજુ છે. રાજા હો રંક હો, બાલ હો યુવાન હો, રોગી હો, નિરોગી હો, રૂપવાન હો કે કુરૂપ હો, શત્રુ હો, મિત્ર હો. સર્વ પ્રતિ નિર્દોષ પ્રેમધારા જ વહે તે આપણી શુદ્ધ ચેતનાને પ્રગટ કરી જાણે કે આપણા જ ઉપર પ્રસન્ન થઈ સ્વને સર્વ સુખનો સ્વામી બનાવે છે. કારણ કે સર્વમાં ચૈતન્ય સમાન હોવાથી પ્રાણીમાત્રમાં પ્રગટ અપ્રગટ પ્રેમનો પ્રવાહ ફૂટ થઈ તમારી ચેતપના પ્રવાહમાં ભળે છે. તેથી વીતરાગી દેવોને ત્રિલોકના સ્વામી કહેવામાં આવે છે. એ મહા માનવ કેવા છે.
ન ચગ. ન ષ લગાર, જેને સર્વ સમાન.” કારણ કે ભગવાન મહાવીરે આજીવન સામાયિક સ્વીકાર્યું હતું.
આશ્વર્ય! તરતના જન્મેલા એ મળે નાના સરખા અંગૂઠાથી મેરૂપર્વતને હલાવી નાંખ્યો, તે જ મહામાનવે યુવાવયમાં અત્યંત કષ્ટકારી ઉપદ્રવ કરનાર સંગમને કેમ દૂર ધકેલી ન દીધો ? પગ તળે કેમ દબાવી ન દીધો ? તેજોલેયા વડે ભસ્મીભૂત કરી કેમ ન દીધો? બધું જ સહી લીધું. અને સહ્યા પછી પાછાં બે અશ્રુબિંદુ વડે સંગમને નવાજ્યો, “હે વત્સ ! તારું પણ કલ્યાણ હો.”
શા માટે ? તું તો કહો છે “શઠમ પ્રતિ શાક્યમ્
હે સુજ્ઞ ! ભગવાને આજીવન સામયિક ઉચ્ચર્યું હતું. સમભાવને ચૈતન્યના પ્રદેશ પ્રદેશે પ્રગટાવી દીધો હતો, તેથી શત્રુ-ઉપસર્ગ કરતા પ્રત્યે પણ પૂર્ણ સમભાવ હતો. ચક્રીના વંદન પ્રત્યે પણ રાગ નહિ સમભાવ હતો. કેમ જાણે સમભાવને ચરમસીમાએ પ્રગટવાનો એ અવસર મળ્યો ! અને કવિઓએ ગીત
૧૪૮ ગુર
ભવાંતનો ઉપાય :
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org