________________
ચૈતન્યની શુદ્ધ શક્તિ એ મારું સ્વરૂપ છે. આ શુદ્ધ વિચારને – ભાવને પુષ્ટ કરવો. અત્યંત આદરપૂર્વક આત્મસ્વરૂપનું સ્મરણ કરવું, જ્યાં જ્યાં મન જાય ત્યાં એ ભાવને સાથે રાખો, અશુદ્ધ વિચાર દૂર થઈ જ જશે. શુદ્ધ ભાવ સિવાયના વિજાતીય વિચારોને સાથ ન આપો. પોતાની ચૈતન્ય શક્તિમાં તન્મય થવું તે પરમાત્મભક્તિની ફલશ્રુતિ છે. પરા ભક્તિ છે.
અજ્ઞ માનવોને માટલીના પાણીથી અધધધ લાગે છે. પણ એ માટલીનું પાણી જે કૂવામાંથી આવ્યું તેનો વિશ્વાસ નથી થતો. ભાઈ દુન્યવી ધન, ઐશ્વર્ય, કીર્તિ આદિ મળવામાં તારા પુણ્ય કામ કર્યું હોય તો પણ એ પુણ્યને ધારણ કરનાર તારા શુભ વિચારો હતા. એ શુભ વિચારો ચૈતન્યના આંદોલનો છે. તને પુણ્ય પર વિશ્વાસ ક્યાં છે? અરે ! ઘણીવાર તો અજ્ઞજનો અસતુ-પાપમાયા પર વિશ્વાસ રાખતા હોય છે. પણ સુખના મૂળમાં કૂવાના પાણીની જેમ ચૈતન્યની શક્તિ છે, એ શક્તિ એટલે હું શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ છું. એ પ્રેમ, કરુણારૂપે પ્રગટ થાય છે. કે જે સમભાવ વડે સેવાયેલા છે.
દઢપ્રહારી જેવા ખૂનીમાં પણ જ્યારે સુષુપ્ત ચેતના જાગૃત થઈ ત્યારે તરફડતા વાછરડા પ્રત્યેની દયા નિમિત્ત હતી. એ સ્વજાતિયભાવ હતો. તેથી તે અધમાત્મા પણ પરમાત્માપણે પ્રગટ થયો. આમ ચૈતન્યસત્તા સામાન્યપણે ગમે તેવા કુકર્મીનો પણ ત્યાગ કરતી નથી. હા, પણ જે તેનું સેવન કરતો નથી અને કુકર્મ સેવે છે, અન્યને દુઃખ આપે છે, અન્યને હલકા ગણે છે. તે બહિરાત્મા અવશ્ય દુઃખ પામે છે. પરંતુ જ્યારે તેની ચૈતન્યશક્તિ જાગે છે ત્યારે તે જ માનવ એક જંતુને પણ સ્વભોગે રક્ષણ આપે છે. સૂર્યની જેમ નિરપેક્ષ ભાવે આચરણ કરે છે. તમે સૂર્યોદય સમયે ઊંઘો કે તેની પૂજા કરો, સૂર્ય સર્વેને સરખો પ્રકાશ આપે છે. સમભાવનું એવું રહસ્ય છે.
જેમ નદીના પ્રબળ પ્રવાહમાં સાચી દિશામાં નાવ હંકારનાર શીવ્રતાએ કિનારે પહોંચે છે, પરંતુ વિરુદ્ધ દિશામાં નાવ હંકારનાર મુશ્કેલી ભોગવે છે, તેમ ચેતનાના શુદ્ધ, સમતા અને જ્ઞાનયુક્ત પ્રવાહમાં ચિત્તને જોડવાને બદલે જે અશુદ્ધ અને વિષમતામાં જોડે છે તે દુ:ખ પામે છે. ચૈતન્ય સ્વરૂપે સર્વને સમાન માનવાને બદલે જે ભેદ પાડે છે, તે કદાચ લૌકિક સામગ્રી પામે છે કે જેનો નાશ થાય છે, અને લોકોત્તર સામાની પ્રાપ્તિ ન થવાથી પ્રાપ્ત
સામાયિકયોગ
ક ૧૪૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org