________________
જે જીવનમાં અસદાચરણ દ્વારા સંઘર્ષ પેદા કરે છે. માનવ ક્યાંય શાંતિ પ્રાપ્ત કરતો નથી. પુણ્યયોગે કદાચ બાહ્ય સંપત્તિ મળે તો પણ અન્યને પીડાકારી તારું દુરાચરણ તારા પુણ્યને અજગરની જેમ ગળી જશે, પછી તારે ભાગ્યે કેવળ દુઃખ રહેશે.
તમે પરમાત્માના સ્મરણમાં જોડાયેલા છો, તેમના વચનબોધની શ્રદ્ધાવાળા છો, તમારું સદાચરણ વિશ્વસનીય છે. તમે સૌના હિતમાં રાજી છો તો પછી તમે તમારામાં પણ શ્રદ્ધા રાખો કે તમને જરૂર આત્મજ્ઞાન – આત્મસાક્ષાત્કાર થશે. તમારું ચિત્ત મલિન હશે, અન્યના દોષદર્શનમાં રોકાયેલું હશે તો તમારા અંતરમાંથી આવો પ્રતિસાદ નહિ આવે, પણ સદ્વિચાર અને સદાચાર વડે તમે ધીરજ રાખો. તમારી ભાવના સાકાર થશે. તમારું જ જે તમે ગુમાવ્યું હતું તે પાછું આવી મળશે.
અંતરના ઐશ્વર્યને, સત્તાને, શુદ્ધતાને સ્વીકારો, તેનો આદર કરો, તેનાં દર્શન કરો, લાકડામાં ખીલી ઊંડી જાય પછી સ્થાન જમાવી દે છે, તેમ તમે હૃદયપ્રદેશમાં જાવ ઉંડા જાવ, વચમાં આવતા વૈભાવિક કે વિજાતિય વિચારોનું લક્ષ ન કરો, અને તમારા શુદ્ધ અંતઃકરણ પ્રત્યે ભાવના રાખો. કોઈ ભવિતવ્યતાની પળે તમારા જ વૈભવના તમે ભાગી થશો, પરમસુખની ક્ષણને અનુભવશો. શાશ્વત સામાયિકની પ્રાપ્તિ થશે.
માનવદેહમાં રહેલો આત્મા અંધારા ખૂણામાં ગોંધાઈ જવા જેવો નથી. આથી આ દેહની પણ ધન્યતા કહી છે. જેમાં રહેલું પરમતત્ત્વ પૂર્ણ કલાએ પ્રગટે છે. એવી ધન્ય પળો માટે પરમાત્માનો ઉપકાર માનો અને હજી આગળનો પુરુષાર્થ કર્યા કરો. અદશ્ય છે તે દ૨ય થશે, અપ્રગટ છે તે જરૂર પ્રગટ થશે.
જમીનમાં વાવેલા બીજને અંકુર થતાં, વેલો થતાં, વાર લાગે છે, અને ફળરૂપે પરિણમતાં સમય લાગે છે. ખેડૂત જેવી ધીરજ ધારણ કરીને તમે પણ તમારી સંભાવનાના બીને પાંગરવા દેજો. તે ભાવનામાં શુદ્ધતા પ્રગટ થતા સ્વયં આત્મદર્શન પ્રાપ્ત થશે. તેમાં કેવળ બાહ્ય ક્રિયા પર્યાપ્ત નથી. પરંતુ વિચારપરિણામ, ભાવને ચેતનાશક્તિ પ્રત્યે જ વાળો, આત્મસ્વરૂપ પ્રત્યે વળેલા એક એક ભાવનું બહુમૂલ્ય છે, માટે અથાગ પ્રયત્ન તે ભાવનાઓને પુષ્ટ કરજો. કોઈ મંત્ર, જાપ, વચનબોધ, સૂત્રનો ભલે આધાર લો, પણ રઢ લગાવો. ૧૫૦ ગ્રેડ
ભવાંતનો ઉપાય:
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org