________________
પણ રાજ્ય, લક્ષ્મી, વિદ્યા જેવી સામગ્રીઓ સહજ પ્રાપ્ત થાય છે. ક્યાંક આવતી કઠિનતા તે શક્તિ દૂર કરી શકે છે.
માનવદેહમાં અતિ વિલક્ષણ એવી વિચાર શક્તિ છે. આ વિચારશક્તિ જો અશુદ્ધ છે તો માનવની ચેતનાને આવરણ કરે છે, એ વિચાર શક્તિ જો શુદ્ધ છે તો ચેતનાનું સર્વજ્ઞ અને સર્વદર્શિત્વ પ્રગટ થાય છે. પરંતુ મહદ્અંશે માનવ પોતાની શુદ્ધ ચૈતન્ય શક્તિમાં વિશ્વાસ-આદર ધરાવતો નથી.
પચાસ વેગનને ખેંચતા એન્જિન કરતાં પણ આ વિચારશક્તિ બળવાન છે. એ સર્વેનું ઉત્પાદક તત્ત્વ ચેતનાશક્તિ છે. પરંતુ માનવે તેને રાગ, દ્વેષ, ઈર્ષા, અસૂયા, કામ, ક્રોધ, લોભ અને ભય જેવાં તત્ત્વોને હવાલે કરી પોતાને જ હિન સત્ત્વ જાહેર કર્યો છે.
આ વિચારનો પ્રવાહ સૂક્ષ્મ અને વેગવંતો હોવાથી માનવ તેના પર પોતાનો સંયમ રાખી શકતો નથી. એ જ વિચારશક્તિનું ભાવગતમાં નિર્માણ કરીને મહામાનવોએ શ્રાપ અને વરદાન જેવી વિલક્ષણ શક્તિઓ વડે વિધ્વંસ કે સર્જન કર્યું છે.
વેપાયન ઋષિએ એ શક્તિને શ્રાપરૂપે જન્મ આપી દ્વારકાને ભસ્મીભૂત કરી, મહાવીર જેવા મનીષિએ જગતને જીવો અને જીવવા દોનું વરદાન આપ્યું.
જગતમાં સુખ-દુઃખનું સર્જન પણ આ વિચારબળ પર આધારિત છે. ક્યાં અન્યને દુઃખનું નિમિત્ત બની દુઃખના કારણો ઉપાર્જન કરે છે. ક્યાંતો પોતે ચૈતન્ય શક્તિ યુક્ત સુખી છે તેમ માની પોતાના જ વિચારો વડે સુખી રહે છે, અને અન્યને સુખ આપી સુખનાં કારણો ભેગાં કરે છે.
“પણ શુભ વિચારમાં ટકતું નથી કે શુભ વિચાર ટકતા નથી.”
જીવ માત્રમાં પૂર્વ સંસ્કારોનો સંગ્રહ છે, તેમાં મોટો ભાગ અશુદ્ધ છે. છતાં ચૈતન્ય શક્તિ બળવાન છે, તેના અંતરગુહ્યમાં રહેલી શક્તિને સામાયિક જેવા વ્રત વડે જાગૃત કરવા પ્રયત્નો કરવા પડે છે.
* સર્વ જીવ પ્રત્યે સમભાવ કે મૈત્રીભાવ રાખવો. * સદ્ગણોને ધારણ કરવા તે પ્રકારનો સંપર્ક રાખવો. * કોઈનું પણ મન દુભાય તેવું આચરણ ન કરવું. * જીવમાત્રના કલ્યાણની - સુખની ભાવના કરવી.
સામાયિકયોગ
* ૧૪૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org