________________
સાધી શકે છે.
ગુપ્તિમાં પણ આ ત્રણેયોગનો નિગ્રહ બતાવ્યો છે. કાયગુપ્તિમાં પાંચે ઈન્દ્રિયોનો નિગ્રહ કહ્યો છે. કાયાને ગોપવવી એટલે કાયાના મમત્વનો ત્યાગ કરવો. પ્રાણીમાત્રનો શરીર સાથે દીર્ઘકાળનો સંબંધ છે. શરીર વગર તે રહ્યો નથી. તેથી તે સંબંધ ગાઢ છે. દેહ સુખનું સાધન છે તેવી મિથ્યા માન્યતા થઈ છે. દેહ ધર્મનું સાધન છે તે સામાયિકની શીખ છે. તે શુભ કાયયોગ છે.
વળી પ્રાણીમાત્રને મોહવશ દેહ પ્રિય છે. તે દેહમાં રહેલા પ્રાણ પ્રિય છે. તેથી કોઈના દેહને કે પ્રાણને કંઈ પણ હાનિ પહોંચે તેવી શારીરિક ચે અશુભ કાયયોગ છે.
ભાઈ ! તને વિચારશક્તિ સહિત આવો દેહ મળ્યો. તેમાં ભલે કદાચ તું તારા સુખનો પ્રયત્ન કરે, પણ બીજાના સુખને તારા લક્ષમાં રાખજે. આ શરીર વડે થાય તેટલાં પરોપકારનાં કામ કરજે. પ્રભુભક્તિ કરજે. સંતોની સેવા કરજે, રંકજનો પ્રત્યે ઉદાર થજે. છેવટે કદાચ થોડું કષ્ટ પડે તો પણ તપ વડે શરીરનું મમત્વ છોડજે. આ સર્વે શુભ કાયયોગ છે. આ ભવમાં તને સંતાપ નહિ થાય અને અન્યભાવમાં પુણ્ય તારી સાથે આવશે, જે તને સુખનું અને ધર્મનું કારણ બનશે. તેથી તું સુખી, તારી સાથેના સૌ સુખી.
વાસ્તવમાં કાયયોગ એટલે કાયાનું મમત્વ ત્યજી તેને પરમાર્થ માર્ગે પ્રયોજવો.
અંતમાં કરેમિ ભંતે સૂત્રની મહાનતા પણ ગજબની છે. તીર્થકર ભગવંત જ્યારે સ્વેચ્છાએ પ્રવજ્યા ગ્રહણ કરે ત્યારે આ સૂત્રથી આ જીવન માટે સાવદ્ય પાપવ્યાપારનો ત્યાગ કરે છે. અને જ્યારે તેઓ કેવળજ્ઞાન પામે છે ત્યારે ગણધરોને દીક્ષાર્થી કરવા પ્રથમ સૂત્રોચ્ચાર પણ આ સૂત્રથી કરે છે. આ સૂત્ર આવી અપૂર્વ ક્રિયા માટે યોજાયેલું છે.
૧. કરેમિ ભંતે : આજ્ઞાપાલનથી વિનયનો વિકાસ છે. અને – સંકલ્પની શુદ્ધિ છે.
૨. સામાઈયું : સમસ્ત જીવ સૃષ્ટિ પ્રત્યે સમદષ્ટિનું શિક્ષણ છે. આમ આ સૂત્રના અર્થો ગંભીર છે. સમકિતથી માંડીને મુક્તિ સુધીનું રહસ્ય પ્રગટ કરનારા છે.
૧૪૦ -
ભવાંતનો ઉપાયઃ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org