________________
૩. સાવજ્જ જોગં - પચ્ચખામિ : ત્યજવા યોગ્ય પદાર્થનું પ્રત્યાખ્યાન છે – ક્ષમાદિ ઉત્તમ ગુણોની ઉપાસના છે.
કરેમિ ભંતે સૂત્રમાં છ આવશયકનો મર્મ સમાઈ જાય છે. સામાયિક સ્વયં પ્રથમ આવશ્યક છે.
કરેમિ ભંતે : ભંતે કહેતા સ્તુતિરૂપે ચઉવીસત્યો આવશ્યક છે. સામાઈયું : સામાયિક આવશ્યક છે. સાવજ્જ જોગં પચ્ચખમિ : પચ્ચખાણ આવશ્યક છે. તસ્મભંતે : ગુરુવંદન આવશ્યક છે. પડિક્કમામિ : પ્રતિક્રમણ આવશ્યક છે. અખાણ વોસિરામિ : કાયોત્સર્ગ આવશ્યક છે.
કરેમિભંતે સૂત્ર દ્વારા ભવ્યાત્માને ભવાંતની ભાળ મળે છે. નારકમાં દુઃખગ્રસ્ત જીવો, સ્વર્ગમાં સુખાસક્ત દેવો તિર્યંચમાં અજ્ઞાનવ્યસ્ત જીવોનું આ સદ્દભાગ્ય અતિ આંશિકપણે ક્વચિત પ્રાપ્ત થવાનો સંભવ છે. ભવ્યાત્મા મનુષ્ય જો આ સૂત્રનો મહિમા જાણે તો તો તેનો પૂર્ણ લાભ તેને પ્રાપ્ત થાય છે.
દસ મનના દસ વચનના બાર કાયાના બત્રીસ દોષ રહિત જો આવા સામાયિક જેવા ધર્મને સેવતો નથી તો તે જીવનો કર્મરાજા પળે પળે હિસાબ કરે છે. જેવો ભાવ તેવું ભ્રમણ તારે ભાગ્યે લખાશે. તે પ્રમાણે પરમાર્થનો પંથ પળેપળની શુદ્ધિ માંગે છે. જો તે સભાન છું તો શુદ્ધિનો પંથ ખુલ્લો છે. માટે આ એક જન્મ બત્રીસ દોષો રહિત શુદ્ધ સામાયિકને સમર્પિત થવાની ભાવના કેળવી લે.
“પ્રભુ છે. પ્રભુ મહાન છે તે વાત સાચી છે પણ પ્રભુ મારા છે. એ સમજ જ્ઞાનને જુદો જ રંગ આપે છે. ભગવાન મારા છે, અને હું એમનો છું આ મીઠાશ ભક્તિમાં આનંદ લાવે છે. ભેદ લાવવો તે ભક્તિ, અભેદ થવું તે જ્ઞાન.
અભેદની ભાવનામાં જીવ અને શિવ બંને મળીને વિશુદ્ધ ! ચેતન્ય પ્રગટ થાય છે.”
સામાયિયોગ
૧૪૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org