________________
આજ કરીશ કાલ કરીશ, એમ પ્રમાદ ન સેવતો કારણ કે સંસારના માયા પ્રપંચનો પાર નથી. તારી જિંદગી ટૂંકી છે, અને જંજાળ લાંબી, તૃષ્ણા અનંત છે, માટે હવે સંક્ષેપ કર તો જિંદગી સુખરૂપ થશે.
જે દિવસે પ્રભાતે તારામાં પરોપકારવૃત્તિના પરહિત ચિતાના ભાવ જાગે તે દિવસ તારે માટે મંગળ પ્રભાત છે, પવિત્ર છે, તારું જીવન ધન્ય છે, તેમ માનજે. સમભાવમાં ટકી જીવન ક્લેશરહિત, પવિત્રતામાં, ઉદારતામાં, સંપ અને સંતોષમાં વિતાવજે. જેથી સંસારયાત્રા નિર્વિધ્ધ સમાપ્ત થાય. હરપળે કાળ તો આયુષ્યને પ્રસે છે. તેમાં ક્ષણ પણ અન્ય પ્રત્યે દુર્ભાવ કે સ્વ પ્રત્યે પ્રમાદ કરવા જેવો નથી.
“તરવાર બહાદુર ટેકધારી, પૂર્ણતામાં પેખિયા, હાથી હણે હાથે કરી, તે કેશરી સમ દેખિયા. એવા ભલા ભડવીર, તે અંતે રહેલા રોઈને,
જન જાણીએ મન માનીએ, નવકાળ મૂકે કોઈને.” અનાદિકાલિન કાળમાં દિવસરાત્રિનું ચક્ર ચાલ્યા કરે છે. કેલેન્ડરનાં પાનાં રોજ ફેરવાતાં જાય છે,
જીવ જન્મ મરણના ફેરા ફર્યા કરે છે. આ ધરતી પર કેવાય અધિરાજ અને સમર્થ પુરુષો આવ્યા, વિદાય થયા જગતમાં કયા ખૂણે ઉત્પન્ન થયા તેનો તાગ કોણ કાઢી શકે?
આમ કાળના અવિરત પ્રવાહમાં માનવદેહને ધારણ કરી, તેને યોગ્ય અવસર જાણી, આત્મસ્વરૂપને ભજી લેજે. આત્મદશા અચળ, સુખદ અને શાશ્વત છે તેવી દઢ શ્રદ્ધા રાખજો. એકાંતમાં બેસીને આત્મભાવના દઢ કરજે.
“જેમની મહા કરુણાના અવલંબને ભવ્ય જીવો આત્મજ્ઞાન પ્રાપ્ત કરે છે, તેમનામાં સર્વથા અકર્તુત્વનો આરોપ તે અવળી મતિ છે. દેવ, ગુરુ અને શાસ્ત્રવચનોના નિઃસીમ ઉપકારોમાં ઔપચારિકતાનો આરોપ | તે એકાંત નિશ્ચયવાદનો કદાગ્રહ છે. તે કદાગ્રહ સ્વકર્તુત્વાભિમાનના ( મિથ્યા ગર્વમાં ફસાવનારો હોવાથી સર્વથા ત્યાજ્ય છે.”
૬૦
ભવાંતનો ઉપાય:
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org