________________
ઉપરાંત અગ્નિના ફેલાવાથી, શરીરે તાડન થવાથી. રાજાના કે ચોરના ભયથી, સર્પદંશ જેવા ચાર પ્રકાર, એમ સોળ પ્રકારે કાઉસગ્ગ ખંડિત થાય છે પણ પ્રતિજ્ઞાભંગ થતો નથી. જો કે સાધુ મહાત્માઓ તો તેવા પ્રસંગે દેહનો ત્યાગ કરે છે. પણ કાયોત્સર્ગ - ધ્યાનનો ભંગ કરતા નથી. દેહને તેઓએ અન્ય માન્યો છે. તેથી તે છૂટી જવા કે રહેવાનો તેમને ભય, મોહ, કે ક્ષોભ નથી. વળી સમતાભાવમાં રહી, સમાધિ અવસ્થામાં દેહ ત્યજી દે છે. કાયોત્સર્ગ ધ્યાન સમયે તત્ત્વનું ચિંતન, ભાવનાનું અનુપ્રેક્ષણ, નવકારમંત્ર, વગેરેનું અવલંબન હોય છે. વળી લોગસ્સ સૂત્રથી ધ્યાન સમયે સવિશેષ આરાધના કહી છે. ઈરિયાવહી સૂત્રમાં પરહિતચિતાની વિશેષતા છે. અત્રત્વમાં સ્વજાગૃતિની વિશેષતા છે.
કાયોત્સર્ગ ધર્મધ્યાનનું કારણ છે. ધર્મધ્યાન શુક્લધ્યાનનું કારણ છે.
જીવવિરાધનાના પ્રાયશ્ચિત્ત પછી વિશેષ શુદ્ધિ થાય છે. અંતે સર્વ કર્મનો નાશ થાય છે.
ભૂતકાળના પાપોનું આલોચન થતાં, વર્તમાનમાં દોષ ટળે છે તેથી ભવિષ્યના પાપકર્મોનો સંવર થાય છે.
છદ્મસ્થાવસ્થાની સાધનામાં દોષ-અતિચાર લાગવાની સંભાવના છે. તે દોષોનો ગુરુવર્ય પાસે સરળતાથી સ્વીકાર કરવો જોઈએ. આદરપૂર્વક પ્રાયશ્ચિત્ત પ્રહણ કરવું. જેથી પુનઃ તે દોષો થાય નહિ, અને ચિત્તવૃત્તિઓનું શોધન થાય, ક્યાંય રહેલા શલ્ય નીકળી જાય, આ રીતે આરાધના કરવાથી ભૂતકાળમાં આત્માઓ મુક્ત થયા છે. વર્તમાનમાં થાય છે, અને ભવિષ્યમાં આ રાજમાર્ગે - સન્માર્ગે મુક્ત થશે.
કાયોત્સર્ગની સાવધનતા અને સફળતા હજી આગળ કાયોત્સર્ગ સૂત્રથી બતાવશે. વળી કાયોત્સર્ગ એ ચિત્ત પક્ષાલનનું અને સ્થિરતાનું મહત્ત્વનું અંગ હોવાથી પ્રાયે બધી જ ધાર્મિક ક્રિયામાં તેનું સ્થાન છે.
સામાયિક લેતા અને પારતા, પ્રતિક્રમણમાં પુનઃ પુનઃ કાયોત્સર્ગનું સ્થાન છે. ચૈત્યવંદનમાં પણ છે. તે કાયોત્સર્ગના મૂળમાં શ્વાસપ્રશ્વાસની ગણત્રી હતી. પરંતુ આજે તેની મુખ્યતા ત્રણ પ્રકારથી જળવાઈ છે. -
- મુખ્યત્વે લોગસ્સ સૂત્ર, નવકારમંત્ર, અતિચારની ગાથા. વળી ઉપધાન, ચારિત્રગ્રહણ, જેવા અન્ય મહત્ત્વની ધમરાધનામાં પણ
૧૨૮ મત
ભવાંતનો ઉપાય:
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org