________________
પહોંચાડવાનો સેતુ છે. અર્થાત્ જીવાદિ તત્ત્વોમાં જીવ, સંવર, નિર્જરા, મોક્ષ જે જીવનાં તત્ત્વો છે તે કાયોત્સર્ગમાં પ્રગટ થાય છે. કાયોત્સર્ગ જીવનો ગુણ હોવાથી જીવ સ્વરૂપ સંવરધર્મ પણ તેમાં સમાય છે. હવે આપણે નિર્જરા તત્ત્વને કાયોત્સર્ગમાં માણી લઈએ.
૧. અનશન : કાયોત્સર્ગમાં ચારે આહારના ત્યાગરૂપ અનશન ૨. ઉણોદરી, ૩. વૃત્તિ સંક્ષય. અને અને ૪. રસત્યાગ સહજ થાય છે. ૫. કાય ક્લેશ : કાયોત્સર્ગમાં દેહમમત્વનો ત્યાગ હોવાથી જે કંઈ કષ્ટ આવે તે સમભાવથી સહન થાય છે.
૬. સંલિનતા : કાયોત્સર્ગમાં દેહઆસનસ્થ હોવાથી અંગોપાંગનો સંકોચ સહજ છે.
કાયોત્સર્ગમાં અત્યંત૨ તપનો સમાવેશ.
૧. પ્રાયશ્ચિત : કાયોત્સર્ગ દ્વારા પાપનો છેદ અને ચિત્તની નિર્મળતારૂપ પ્રાયશ્ચિત્તની પરિણિત છે.
૨. વિનય : ૩. વૈયાવચ્ચ : કાયોત્સર્ગ કરતાં પહેલાં જે અરિહંત ચેઈયાણં સૂત્ર' આવે છે તે કાયોત્સર્ગમાં વિનય, સત્કાર વૈયાવચ્ચનો હેતુ થાય છે. ૪. સ્વાધ્યાય : કાયોત્સર્ગમાં અનુપ્રેક્ષા, શાસ્ત્રોક્ત, પદાર્થોનું ચિંતન વાચનાદિથી શ્રુતજ્ઞાનની આરાધના થાય છે.
૫. ધ્યાન : ધર્મધ્યાન અને શુક્લ ધ્યાનના સમસ્ત પ્રકારો દ્વારા ધ્યેય સિદ્ધ થાય છે તે ધ્યાનયોગ છે.
૬. કાયોત્સર્ગ : અલ્પકાલીન દેહાધ્યાસ બહિરાત્મભાવનો ત્યાગ, અથવા સંલેખના જેવા વ્રતથી સદાને માટે દેહાધ્યાસનો ત્યાગ થાય છે.
આ ઉપરાંત પાંચે ઇન્દ્રિયોના દમન દ્વારા, ક્રોધાદિ કષાયોના શમન દ્વારા, હિંસાદિના ત્યાગ દ્વારા, મનાદિ યોગોના પાપવ્યાપારનો ત્યાગ, અને કાયિકી ૨૫ ક્રિયાઓના પરિહાર દ્વારા આશ્રવ નિરોધ થાય છે. અને સંવર તથા નિર્જરા તત્ત્વરૂપ પરિણતિ પ્રગટ થાય છે.
૧૩૨
Jain Education International
GIME
For Private & Personal Use Only
ભવાંતનો ઉપાય ઃ
www.jainelibrary.org