________________
ઘડીથી માંડીને જીવનભરનું હોય તેમાં ખાસ આત્મા વડે જીવવાનું છે. અર્થાત્ આત્મસ્થપણે જીવવાનું છે.
જીવ માત્રમાં સમ્યગૂજ્ઞાનાદિ રહેલા છે. તેથી તેમનું બહુમાન રહેવું તે સામાયિક ધર્મનું અંગ છે. તેથી કોઈ પણ જીવ દુભાય ત્યારે સાધકને વીજળી જેવો આંચકો લાગે, તેની વેદના જલદ બને ત્યારે તે સમતાની પરિણતિની નિશાની છે તેમ માનવું. સર્વ જીવોમાં સમાનભાવની એ પ્રતીતિ છે. માટે ઉત્તમ ક્ષમા મુનિઓનો ધર્મ મનાયો છે.
સામાયિક ધર્મ માત્ર જાણવાનો વિષય નથી, પણ આચરણનો અને અંતર અવલોકનનો વિષય છે. જીવમાં જીવત્વ જોવાથી સમતા આવે છે. સંસારી જીવોમાં કર્મકૃત વિચિત્રતા છે તેવું ભાન સમતા લાવે છે. જીવમાં ગુણો જોવાથી પણ સમતા આવે છે.
સમગ્ર જીવરાશિનું જીવત સમાન છે. વળી કર્મકૃત વૈષમ્ય સમાન છે. જીવોમાં આત્મિક ગુણો સમાન છે, પછી જીવે અન્યોન્ય અસમાનતા શા માટે આચરવી? આવું ચિંતન નિરંતર કરવાથી જીવમાં સામાયિક ધર્મ પરિણામ પામે છે.
જીવનો પારિણામિક ભાવ જીવનું સહજપણું પ્રગટ કરે છે. જીવનો ઔદયિક ભાવ કર્મની પરાધીનતા સૂચવે છે. જીવનો ક્ષાયિકભાવ સ્વભાવ પ્રગટ કરે છે. ત્રણે ભાવોનું ચિંતન કરી મનને નિર્મળ બનાવવું જોઈએ. ઉપયોગને આત્મામાં સ્થિર કરવાની ક્રિયા એ સંવર સામાયિક છે. ભય, દ્વેષ કે ખેદનો અભાવ તે કર્મની નિર્જરારૂપ સામાયિક છે.
સમ્યગદર્શન જ્ઞાન ચારિત્ર ગુણોનો આધાર સામાયિક પરિણામ છે. આત્મામાં વિશાળતા, ગંભીરતા અને ઉદારતા આવે ત્યારે આત્માના અધ્યવસાય સ્વાભાવિક રૂપ બને છે.
સર્વ જીવોમાં ઐક્ય દૃષ્ટિ વિશાળતા લાવે છે. - આત્મદ્રવ્ય ત્રૈકાલિક ધ્રુવપણે છે તેવી વિચારણા ગંભીરતા લાવે છે. એક સર્વ ગુણાત્મક ચૈતન્યની વિચારણા ઉચ્ચતા લાવે છે. * આ સર્વેનું મૂળ સામાયિકધર્મ છે.
વ્યવહારમાં પણ જેની અનિવાર્યતા છે ત્યાં સહકાર કેળવવો પડે છે. ઉપર ચઢવા કે ઊતરવા નિસરણીની આવશયકતા સ્વીકારવી પડે છે. તે પ્રમાણે જીવનના સંબંધોમાં સમતાયુક્ત વ્યવહારની આવશયકતા છે. અણગમાના અંશ ૮૨ ?
ભવાંતનો ઉપાય:
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org