________________
અનંતની અંધકારભરી ભીડથી મુક્તિ માટેની અંતિમ યાત્રા
જેમાં સામાયિકની સિદ્ધિ છે.
પ્રાણી માત્ર આલોકની યાત્રા કરી ચૂક્યો છે. જીવ કંઈ ઉત્પન્ન થતો નથી. અનાદિ અનંત તેનું સ્વરૂપ છે. તેનું જીવત્વ પારિણામિક ભાવે છે તેથી તે ક્યારે પણ જડત્વ પામ્યો નથી. પામશે નહિ. જીવ ઉત્પન્ન નથી થયો પણ તેની યાત્રાનો પ્રારંભ સાપેક્ષપણે વિચારીએ તો તે ઘટના આશ્ચર્યજનક છે.
વળી આપણી મર્યાદિત બુદ્ધિ, કેવળજ્ઞાનીએ જ્ઞાનમાં પ્રકાશ્યું તેનું માપ કેવી રીતે કાઢી શકે ! એટલે આપણે આપણા જીવના કે સૌના જીવના સ્વરૂપને હું કેવળીગમ્ય જાણી શ્રદ્ધાગમ્ય બનાવવું, એ શ્રદ્ધાને શ્રુતગમ્ય બનાવવાથી સ્વરૂપની સાચી સમજ પેદા થાય છે.
સર્વજ્ઞ પ૨માત્માએ પ્રકાશ્યું છે કે જીવ સોયના અગ્રભાગ જેટલી જગામાં અત્યંત સૂક્ષ્મ શરીર ધરીને અનંત જીવો સાથે દીર્ઘ કાળ રહ્યો છે. ત્યાંથી ખસ્યો ત્યારે પણ અનંત જીવો સાથે રહ્યો પણ તે અનંત જીવોનું શરી૨ (સાધારણ વનસ્પતિ - કંદમૂળ) ચરમચક્ષુ ગ્રાહ્ય હતું. એ અનંતની સંખ્યામાંથી વળી અસંખ્યાતા શરીરો મળીને એક સાથે રહ્યો. પૃથ્વી આદિમાં) ઘણા કાળે અથડાતો કૂટાતો સંખ્યાતા શરીરો સાથે રહ્યો, (વૃક્ષાદિમાં) જ્યારે જંતુ જેવા સ્થાને આવ્યો ત્યારે શરીરની રચના તો કુંથું-કીડી જેવી નાની પણ એક સાથે ઘણા શરીરધારીઓના રહેવાને બદલે એક સ્વતંત્ર જગા રોકતો હરતોફરતો થયો. પછી તો ઇન્દ્રિયોનો અને શરીરનો વિકાસ કરતો કરતો હાથી ઘોડા સસલા જેવાં શરી૨ પામ્યો. હવે ભીડમાંથી છૂટી સ્વતંત્ર શરીરવાળો, પણ સમૂહ જીવન જીવનારો બન્યો.
વિકાસના ક્રમથી ઉત્ક્રાંતિ પામ્યો અને મનુષ્ય થયો. ઇન્દ્રિયોનો વિકાસ, બુદ્ધિ પ્રતિભામાં પણ વિકસ્યો. પરિવારમાં બંધાઈને રહ્યો. પરંતુ મૂળ સ્વરૂપ સિદ્ધત્વ હોવાથી કોઈ મહાપુણ્યશાળી મહાત્માઓ પારિવારિક સંબંધોથી મુક્ત થઈ ભીડ છોડી એકાંતને ઇચ્છવા લાગ્યા. અસંગ થવા લાગ્યા. અને તેમણે પોતાના અનુભવથી પ્રસિદ્ધ કર્યું કે જીવ એકલો આવ્યો છે, અને એકલો જવાનો
૮૦
ભવાંતનો ઉપાય ઃ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org