________________
તે સ્વરૂપના શિખરે પહોંચે છે.
જ્ઞાનની પરિપકવતામાંથી જ્યારે સમત્વ પેદા થાય છે, ત્યારે ચક્રવર્તી જેવા અનહદ ઐશ્વર્યના અધિપતિને તૃષ્ણા સતાવતી નથી, પણ તૃષ્ણાનો નાશ થાય છે. ઘાણીમાં પિલાતા પ્રશમાત્મા મુનિરાજોને દુઃખના ઢગલા પણ ચલાયમાન કરતા નથી. જેની પાસે સામાયિક જેવો ધર્મ નથી. સમત્વ જેવું સામર્થ્ય નથી તેવો રાંક, પામર, પ્રાણી તૃષ્ણાથી ઘેરાઈ જાય છે, અને નિમિષમાત્રમાં તો તેનું સામર્થ્ય હણાઈ જાય છે.
ધનની ઈચ્છાવાળો ધનવાનની પ્રતિષ્ઠા અને સમૃદ્ધિ જોઈ પોતાને એવી સમૃદ્ધિ મળે તેવી ઈચ્છા રાખે છે. ગુણગ્રાહક સાધક ગુણવાન જુએ અને ગુણ ગ્રહણ કરી લે છે. આવી ગુણ ગ્રહણ શક્તિ જ દોષાને નષ્ટ કરે છે. તેને માટે બીજા ઉપાયોની જરૂર નહિ પડે. ગુણવાનના ગુણોના સ્મરણનો આનંદ તમારામાં ગુણ પ્રગટાવ્યા વગર નહિ રહે અને જ્યાં ગુણો પ્રગટ્યા કે જેમ દિવડા પ્રગટવાથી મળતો પ્રકાશ પદાર્થનું દર્શન કરાવે છે તેમ તમારા ગુણોનો દિપક તમારા સ્વરૂપનું દર્શન કરાવશે. એને દર્શન કહો, આનંદ કહો, અનુભૂતિ કહો, શુક્લ પાક્ષિકને અહીંથી પરમાર્થનો પાવક પંથ પ્રારંભ થાય છે.
કરૂણાશીલ સત્પુરુષોએ કેવો સરળ માર્ગ સમજાવી દીધો? પણ જીવોની કઠિણાઈ એ છે, પૌદ્ગલિક પદાર્થોનું પ્રલોભન ત્યજી શકતો નથી. પરભાવ, પરવૃત્તિને શમાવી શકતો નથી. એથી આકુળ થઈ સુખના પ્રયત્ન છતાં દુઃખ પામે છે. કારણ કે જે વસ્તુ સ્વયં સુખજનક નથી તે સુખનો જન્મ કેવી રીતે આપે ? માટે આત્માનું સુખ આત્માની સમશ્રેણિમાં છે. તેવો અટલ વિશ્વાસ કરી, ગુણ ગ્રહણતામાં લાગી જા. જેમ કણમાંથી મણ પેદા થાય છે તેમ ગુણમાંથી પૂર્ણાનંદ પ્રગટ થાય છે.
પરમાત્માએ દર્શાવેલા સામાયિક જેવા ધર્મનો આરાધક થઈ તું શુકલપાક્ષિક થા. આગમનો આવિષ્કાર છે કે શુક્લપાક્ષિક જીવનો સંસાર સંક્ષેપ થાય છે. તે સમ્યકત્વરૂપ સામાયિક ધર્મ પામવાનો અભિલાષી છે.
ધન ધાન્યાદિક પદાર્થો મેળવીને, તેની રક્ષા માટે તારે કેવા ક્લેશ, ભય અને ચિંતા સેવવાં પડે છે? તે મેળવવા કેવો તનતોડ પરિશ્રમ કરવો પડે છે? છેવટે ખાલી હાથે વિદાય? પરંતુ સમતા જેવા ગુણોને પ્રાપ્ત કરીને તે સર્વ સામાયિયોગ
* ૯૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org