________________
સિદ્ધનું ધ્યાન કરનાર રાગદ્વેષને હણી સિદ્ધપદને પ્રાપ્ત કરે છે. સાદિ અનંત અનંત સમાધિ સુખ, અનંત દર્શન, અનંત જ્ઞાન, અનંત લબ્ધિ સહિત એ દશા છે. સિદ્ધપદમાં જેની અવિચળ શ્રદ્ધા થાય છે તેને જગત રત્ન જડેલું થઈને મળે તો પણ અતિ તુચ્છ લાગે છે. સર્વ સિદ્ધિઓ તેમના ચરણની દાસી છે. દેહ નહિ, દેહનો નેહ નહિ, એટલે સર્વ ઉપાધિ રહિત પરમ આનંદની જ્યાં ઉપસ્થિતિ છે. તે સિદ્ધ ભગવંતો સિદ્ધિપદના દાતા છે. અતિ તૃપ્તિ પામેલા સિદ્ધ ભગવંતોનું ધ્યાન આત્માના લોભ કષાયને જીતવા સમર્થ છે. “ભવિકા સિદ્ધ પદ આરાધો.”
નમો આયરિયાણં : વળી આ અરિહંત અને સિદ્ધ પદ દર્શાવનારા તો ગુરુ છે. ત્રીજા પદમાં આચાર્ય ગુરુપદે છે. સમ્યગુ જ્ઞાન, દર્શન, ચારિત્ર તપ અને વીર્ય જેવા મહાન ગુણો સહિત, પંચાચારયુક્ત જેના જીવનનો આચાર છે તે આચાર્ય છે. વિશ્વમાં જ્યાં જ્યાં સદાચાર છે ત્યાં આચાર્યનું અસ્તિત્વ વિશ્વનીય બને છે. એટલે તો ચોરી કરનારા પણ ચોરી કરી છે તેવો અનાચાર કહેવા પાછા પડે છે. સદાચાર એટલે આત્મા જેવો શુદ્ધ છે તેવો આગળ રાખીને જીવવું. એના પ્રણેતા આચાર્ય છે. માયાચારને છોડવનાર આચાર્ય ભગવંત છે.
નમો ઉવજઝયાણું : ગુરુપદમાં ઉપાધ્યાયનું પદ પણ સમાય છે. જીનવર કથિત તત્ત્વનું યથાર્થદર્શન જેમની પાસે છે, તે ઉપાધ્યાય છે. જ્ઞાનના ધારક ઉપાધ્યાય માનના પ્રતિપક્ષી છે, એટલે વિનયગુણના ધારક છે. તેથી તેઓ જિનવાણીનું નિઃસ્પૃહભાવે દાન કરે છે. આમ ઉપાધ્યાય જ્ઞાનના ધારક, માનના મારક અને જ્ઞાનના દાતાર છે. ઉપાધ્યાય ભગવંત વિનયગુણના ઉપાસક હોવાથી માનને જીતવામાં તેમની ઉપાસના સહાયક બને છે.
નમો લોએ સવ્વ સાહૂણં : નિથ અને નિર્મોહ સાધુજનો રત્નત્રયની આરાધનામાં અનુરક્ત છે. ક્ષમા શ્રમણ અર્થાત ઉત્તમ ક્ષમામાં નિષ્ઠાવાન છે. ક્રોધ અગ્નિ છે તો સાધુની ક્ષમા જળ છે. અરે પાણી ગરમ હોય તો પણ અગ્નિને તો બુઝવી દે. સાધુ પોતાના સંયમમાં કઠોર હોય પણ અન્ય જીવો માટે કોમળ હોય. ક્ષમાનું પ્રગટ સ્વરૂપ એટલે સાધુ માથે સગડી સળગે અને પોતે શ્રેણિ માંડે તેવા ક્ષમાના ધારક અર્થાત સાધુ ક્ષમા શ્રમણ હોવાથી તેમની ઉપાસના ક્રોધને જીતવા પ્રબળ નિમિત્ત છે.
આમ પંચપરમેષ્ઠિ મહાન છે, મહાન પણ મારા છે, તેવો ભાવ જન્મ, પંચપદની સાધના સફળ થાય છે. વળી માણસને ખપ પડે છે તેનો જપ કરે
૧૨૦ જ
ભવાંતનો ઉપાય :
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org