________________
૩૮. ખમાસમણ સૂત્ર: વિનય મૂલો ધમોઃ
ગુરુવર્યની સ્થાપના કરી, હવે સામાયિક કરવાની સ્વયં ઈચ્છાથીભાવનાથી આજ્ઞા માંગવાની છે. ગુરુ ક્ષમાશ્રમણ છે. ક્ષમાદિ દસ ધર્મના ધારક છે.
શ્રમણ : સમભાવી, તપસ્વી, સંયમી, વૈરાગીના સામાયિકનું અનુષ્ઠાન મહાન છે. પવિત્ર છે, તેથી તેમાં પ્રવેશ કરતાં પહેલાં પવિત્ર સાધુજનોને વંદન કરવું જરૂરી છે. તે ખમાસમણ સૂત્ર વડે કરાય છે.
આ વંદન વિધિનું માહાસ્ય એ છે કે ઇન્દ્રિયોના વિષયોના તપન વડે, કષાયોના ઉપશમન વડે, હિંસાદિ પાપોથી નિવૃત્તિ વડે, અર્થાત નિષ્પાપ કાયાવડે વંદન કરવાનું છે. તે વંદન પંચાંગ પ્રણિપાત છે. બે હાથ, બે જાનું અને મસ્તક ભૂમિને સ્પર્શે તે રીતે પંચાંગ પ્રણિપાત મનમાં અહોભાવ સાથે કરવાનું છે.
આ વંદન પંચપરમેષ્ઠિને સમાન સૂત્રથી અને પદ્ધતિથી કરવાનું છે. ચૈત્યવંદનાદિ ઘણી ધાર્મિક વિધિમાં કરવાનું વિધાન છે.
વંદન માટે અનવસર :૧. ગુરુ જ્યારે ધર્મ આરાધના – ચિંતનમાં હોય. ૨. ગુરુ અન્ય કાર્યમાં પ્રવૃત્ત હોય કે ઊભા હોય. ૩. છપસ્થ અવસ્થા હોવાથી ક્યારે પ્રમાદ નિદ્રા કે ક્રોધ જેવી વિષમતામાં
૪. ગોચરી આદિની ક્રિયા કે કુદરતી હાજતનું કારણ હોય. આવા સંજોગોમાં વંદન કરાય નહિ. તેમ વિચારવું તે વિનય છે. વંદન માટે અવસર - ૧. ગુરુ જ્યારે શાંતિથી બેઠા હોય ૨. ગુરુ જ્યારે પ્રમાદ રહિત હોય ૩. ગુરુ જ્યારે સહજપણે નિવૃત્ત હોય ૪. વંદન સ્વીકારી શકે તેવો અવકાશ હોય આવા ઉચિત સમયે વંદન કરાય
૧૨૪ બીટ
ભવાંતનો ઉપાય:
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org