________________
(૨૯) ઉપાસકનું અંતરનિરીક્ષણ સામાયિકનો આરાધક લોકસંજ્ઞાથી દૂર રહે છે. લોકને રૂડું દેખાડવાનો પ્રયત્ન છોડી દે છે. અને આત્માનું રૂડું થાય તેમ વર્તે છે. રાગદ્વેષ રહિત થવાય તેવા સર્વજ્ઞના બોધને અનુસરે છે. તે વિચારે છે કે અનાદિકાળમાં જીવે મનુષ્યદેહ તો ધારણ કર્યો હતો, પરંતુ વૈરાગ્ય, વિનય અને સદ્દગુરુ આજ્ઞાના અભાવે ધર્મ ન પામ્યો. હવે આ જન્મમાં સવળો પુરુષાર્થ કરી સર્વજ્ઞના માર્ગે ચાલવું છે.
આ જન્મમાં સત્પુરુષના ઉપદેશ વગર અને પોતાની સત્પાત્રતા કેળવ્યા વગર જ્ઞાનપ્રાપ્તિ થવી સંભવ નથી. અંતરદૃષ્ટિ કરીને વિચારે છે ત્યારે તેને સમજાય છે કે સર્વજ્ઞની ભક્તિ સંગુરુની ઉપાસના, સત્સંગ, સધર્મ અને સમ્યગ્દષ્ટિપણું જીવે પ્રાપ્ત કર્યું નથી. ભાવે કરી આરધ્યું નથી તેથી પરિભ્રમણ અને પરિભ્રમણના કારણો ચાલુ છે.
જે ધર્મ આત્મસ્વભાવરૂપ છે. આત્માની સમશ્રેણિમાં છે. જે બાહ્ય સંશોધનથી પ્રાપ્ત નથી. દરેક મહામાનવોએ એ ગુપ્ત – સ્વભાવધર્મને અંતર સંશોધનથી પ્રાપ્ત કર્યો છે તે મને બાહ્ય સંશોધનથી મળવાનો નથી. સગુરુ અનુગ્રહ તે અંતર સંશોધનનો ઉપાય મેળવે છે.
સંસાર અવસ્થામાં ઉદય આવેલા કર્મો ભોગવ્યા વગર છૂટકો નથી, પણ નવા ન બંધાય તેમાં જાગૃત છે. તેથી શુભ કે અશુભ કર્મના ઉદય સમયે હર્ષ શોક કરતો નથી. હું આ પૃથ્વી આદિ પદાર્થોમાંથી શું લાવ્યો હતો અને શું લઈ જવાનો છું. એમ વિચારી સમભાવમાં રહેવા પ્રયત્નશીલ રહે છે.
તે વિચારે છે કે હું જેનાથી પ્રભાવિત થાઉં છું તે કર્મપ્રકૃતિ જડ છે. પદ્રવ્ય છે. મારો તેની સાથે જેટલો તાદાભ્ય સંબંધ છે તેટલી મારે અબોધતા છે. એ જડ પ્રકૃતિએ મારા અજ્ઞાનને કારણે પોતાની સત્તા જમાવી છે, પરંતુ અહો સપુરુષાએ તો એ કર્મપ્રકૃતિને પોતાનું સ્વરૂપ માન્યું નથી અને ચેતન સત્તાને સ્વીકારી, તે પ્રકૃતિ સાથેનો તાદાસ્ય થયેલો સંબંધ તોડી અબંધદશાને પામ્યા. આમ મારો આત્મા પણ ઉદય કર્મને સમતાથી અને પ્રમાદરહિતપણે ભોગવીને ખચિત ચેતન શુદ્ધિ પામશે. તે માટે મારે વિનયભાવે સત્પુરુષના માર્ગને અનુસરવું હિતાવહ છે.
સામાયિક્યોગ .
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org