________________
સમસ્ત પ્રકારની આંતરિક વિકલ્પો-વૃત્તિઓ શાંત થઈ જાય ત્યારે સમત્વભાવ પેદા થાય છે, તે અવસ્થામાં આત્માનુભૂતિ સંભવ છે. બાહ્ય પદાર્થોની જેમ તે ચક્ષુગોચર નથી.
સદ્દગુરુ પ્રત્યેનું બહુમાન, તેમની નિશ્રામાં શાસ્ત્ર અધ્યયન ભવમુક્તિનો સાચો ઉપાય જાણીને તેનું એકાંતે સેવન કરનાર આત્માનુભૂતિની ભૂમિકા પ્રાપ્ત કરે છે. વળી જ્યારે શાસ્ત્રોક્ત વચનોના સંસ્કારનો સાક્ષાત થાય છે. ત્યારે સાધક પોતાના સામર્થ્ય વડે આત્માનુભૂતિ કરી શકે છે. વ્યવહારનવે પ્રથમ શુભ ધ્યાનનો સતત અભ્યાસ છે. ઉદાસીન વૃત્તિ થવાથી આત્મજ્ઞાન થાય છે, જે અનુભવ જ્ઞાન છે. પરિણામે આત્મરમણતા નિશ્ચય દ્રષ્ટિ છે.
- - -- ----- ----- - - --- | ભૌતિક સુખના કેન્દ્રમાં કદાચ જડ પદાર્થો છે. પરંતુ નિર્દોષ
આનંદનું કેન્દ્ર તો કેવળ શૈતન્ય છે. એ આનંદ માટે કિંમત ચૂકવવી ! પડે છે. પ્રથમ સૌના સુખમાં, સૌને સુખ આપવામાં પોતાના સુખને જતું
કરવું પડે છે. સુખ મેળવવા ત્યાગ કેળવવો પડે છે. નિરાંતે ઊંઘતો માણસ પણ સુખી છે, પરંતુ તેને દુ:ખ રહિત સુખ નથી. જાગે કે ચારે બાજુથી ; વ્યાધિ વીંટળાઈ જાય. જાગતો માણસ નિર્દોષ પ્રેમને કારણે સુખી છે. અને સુખમાં દુઃખનો અભાવ નથી, પણ તે સુખ આત્માના સ્વભાવરૂપ છે.
ભાઈ ભાવ તેવું ભાવિ. ભાવિ ઉજ્વળ કરવું હોય તો ભાવને ઉજ્વળ કરજે
એક મણ લાકડું બાળીએ તો ચખનો ઢગલો થાય. એક મણ કપૂર બાળીએ રાખ જરા પણ ન હોય. તેમ જ્ઞાન રહિત તપ-જપાદિ પુણ્યનો ઢગલો કરે પણ કર્મનો ક્ષય ન થાય. જ્ઞાન સહિત નાની સરખી ક્રિયા પણ અમૃતક્રિયા બને. કર્મનો ક્ષય કરે.
જીવ કર્મને છુપાવી શકતો નથી. શુભકર્મ સમૃદ્ધિ આદિથી પ્રગટ થાય છે. અશુભ કર્મ દુઃખ વગેરેથી પ્રગટ થાય છે. પણ જીવ ચાહે તો કર્મનો નાશ કરી શકે છે. કારણ કે કર્મ સ્વરૂપને આવરણ કરી શકે છે. પણ નાશ કરી શકતું નથી. નિશ્ચયથી આત્મા નિષ્કલક છે.
—
—
—
—
-
-
- - - - -
-
-
-
-
-
-
- -
-
-
-
-
૧૦૨
૨
ભવાંતનો ઉપાય:
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org