________________
દ્વારા મર્યાદિતપણે કહી શક્યા છે. તેને માટે સામાન્ય માનવ શું કહી શકે. એ પરમાત્માનું સ્વરૂપ અચિંત્ય અને અપાર મહિમાવંત છે. એ પરમાત્મ સ્વરૂપ બહાર નથી પરંતુ તારા આ દેહદેવળમાં રહેલા ચૈતન્યમાં જ છુપાયેલું છે. તે સમાધિ ભાવથી અનુભવમાં આવે છે. સમાધિભાવ કે સામાયિક પર્યાયવાચી ભાવ છે. સામાયિક વડે અંતરના વિઘ્નો નાશ પામે છે.
“આતમ અનુભવ ધ્યાન કી જો કોઈ પૂછે વાત, સો ગંગા ગુડ ખાઈ કે, કહે કૌન મુખ સ્વાદ ?”
મુક્તિમાર્ગના ચાર અંગ સમ્યગુ શ્રદ્ધા, જ્ઞાન, ચારિત્ર અને ધ્યાન
સમ્યગુ દર્શન-શ્રદ્ધાની શુદ્ધિ માટે જિનભક્તિ પૂજન, વંદન, નમન છે.
સમ્યજ્ઞાન માટે સલ્લાસ્ત્રનું અધ્યયન, શ્રવણ છે.
સમગુ ચારિત્ર માટે વ્રત, નિયમ, સંયમ, અહિંસા આદિ છે.
સમ્યગૃધ્યાન માટે અનશનથી માંડીને કાયોત્સર્ગ સઘળા તપ છે.
- આ ચારે અંગની અખંડ સાધના કર્મક્ષય કરે છે. તે જીવ અનંત ચતુષ્ટયને પામે છે.
સમ્યગુ શ્રદ્ધા રહિત જ્ઞાન સમ્યગ બનતું નથી. જ્ઞાન વગર ચારિત્રનું નિર્માણ થતું નથી. ચારિત્રહીન સમ્યગુ ધ્યાન પામતો નથી. આ ચારે અંગમાંથી કોઈ એકની અવગણના એ વિરાધના છે. આ ચારેના સુમેળથી ચારેની સંપૂર્ણ સિદ્ધિ સિદ્ધપદને પ્રગટ કરે છે.
૧૧૬
:
ભવાંતનો ઉપાય :
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org