________________
પ્રારંભમાં તેની ભાવના ઝબકારા મારે છે કે મારા જીવનમાં એવો સુયોગ - સુઅવસર કયારે આવશે, કે હું બાહ્ય અને અંતર બંને પ્રકારે રાગાદિભાવથી મુક્ત થઈશ. સર્વ પ્રકારના સંયોગ સંબંધોને મૂળમાંથી ત્યજીને મહાજનો, મહાત્માઓ જે સન્માર્ગે વિચાર્યા તે માર્ગે મારું જીવન ક્યારે સાર્થક થશે ?
(મિથ્યાત્વ)દર્શન મોહનો પ્રભાવ દૂર થવાથી સમક્તિથી ભિજાયેલો સાધક હવે વિભાવથી વિરમવા માંગે છે. અશુભ ભાવને છોડતો ભૂમિકા પ્રમાણે શુભ ભાવનો યોગ છતાં તે સર્વભાવ પ્રત્યે ઉદાસીન છે. કારણ કે મોક્ષમાર્ગ શુદ્ધ ભાવ – શુદ્ધોપયોગથી પ્રગટ થાય છે, તેવું શ્રદ્ધાબળ છે. વળી દેહના કંઈ પણ સુખની અપેક્ષા રહિત તેને સંયમના લક્ષે પ્રયોજે છે. તેમાં કંઈ પણ બાંધછોડ કરીને દેહના અહંમ કે મમત્વને પોષતો નથી.
સમ્યકત્વનું શ્રદ્ધાબળ તેને દેહ અને આત્માના નિતાંત ભિત્રપણાથી સજાગ રાખે છે. ભેદ જ્ઞાન વડે દેહભાવને આત્માથી અલગ પાડી આત્મ ભાવે વર્તે છે. તેથી ચારિત્રમોહના ઉદયમાં જે કષાયાદિ ભાવો હતા તે પણ ક્ષીણ થાય છે. અને પાત્રતા પ્રમાણે તે શુદ્ધ સ્વરૂપનાં લક્ષમાં ટકે છે.
આમ સામાયિક – આત્મા સ્વભાવના લક્ષે સિદ્ધાવસ્થાની કેડી કંડારતો અંતરંગ અવસ્થામાં આગળ વધે છે. સામાયિકમાં લીધેલા પચ્ચખાણ હવે પરિણામ આપે છે. ત્રિવિધ યોગ વડે જે સાવદ્યયોગની ચંચળતા હતી તે શમી જવાથી ઉપયોગ સ્થિરતા પામ્યો છે. નિરવદ્યયોગના બળે દેહ હવે મુક્તિનું સાધન બન્યું છે. તેથી પરિષહો કે ઉપસર્ગમાં પણ ઉપયોગ આત્મ સ્વરૂપને ભજે છે. સર્વ વિભાવ પરિણામથી ઉદાસીન એવો આત્મા પોતાની સહજ શુધ્ધ અવસ્થામાં ટકી અંતે સિદ્ધાવસ્થાને પ્રાપ્ત કરે છે.
જોકે પૂર્વે જીવે અજ્ઞાનદશાને જ આરાધી છે. તેથી આવી ગહન દશા એકાએક પ્રાપ્ત થાય નહિ. તેથી ભૂમિકા પ્રમાણે જ્ઞાની પુરુષોના – તીર્થકરાદિનાં બોધવચનો ગ્રહણ કરી પ્રથમ તેમાં મનને જોડે છે. તેમાં અપૂર્વ આદરથી આરાધન કરે છે. તેમાં આવતા અંતરાયોને જ્ઞાની પુરુષની / જિનેશ્વરની ભક્તિ વડે દૂર કરે છે.
ત્રિવિધ યોગનો નિરોધ ચૌદમા ગુણસ્થાનકે છે, તે પ્રથમની દરેક ભૂમિકાએ યોગનું પ્રવર્તન સંયમિત રહે છે. એટલે યોગવાળો છતાં તે યોગી સામાયિક્યોગ,
જ ૧૦૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org